Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ચોટીલા નજીકની વાડીમાંથી ૭ લાખનો દારૂ કબ્જે : બે ભાઇ સહિત ૩ આરોપી 'છૂ'

વઢવાણ, તા. ૧૭ : ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોક્કસ હકીકત મેળવેલ કે આકાશ ઉર્ફે જગો વિનોદભાઇ વાઘેલા તથા તેનો ભાઇ કેતન વિનોદભાઇ વાઘેલા રહે. બંને ચોટીલા શાસ્ત્રીનગર વાળા ભેગા મળી પોતાના કાકા દિલીપભાઇ ઉર્ફે દિલાભાઇ ગોવાભાઇ વાઘેલા રહે. ચોટીલા શાસ્ત્રીનગર વાળાના કબ્જા ભોગવટાની ચોટીલા ગામની સીમમાં દુધેલી રોડ ઉપર હોકળા પાસે આવેલ વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે અને પોતાના સાગરીતો મારફતે કોઇ વાહનમાં હેરાફેરી કરી સગે-વગે કરવાની તૈયારી કરે છે. જેથી છાપો મારતા મજકુર આરોપીઓ પોતાના કબ્જા ભોગવટાની સદર વાડીની ઓરડીમાં વિદેશી દારૂની (૧) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલ નંગ-ર૧૪૮ કિ.રૂ. ૬,૪૪,૪૦૦ તથા (ર) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીઝનલ ૭પ૦ મીલીની કાચની શીલબંધ બોટલો નંગ-૧પ૮ કિ.રૂ.પ૯,રપ૦ મળી કુલ રૂ. ૭,૦૩,૬પ૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહીં આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ તથા પો.સબ ઇન્સ. વી.આર. જાડેજા, એએસઆઇ વાજસુરભા લાભુભા, રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ હનુભા તથા અમરકુમાર કનુભા તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.(

(12:12 pm IST)