Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

શ્રાવણના અંતિમ સોમવારે શ્રી સોમનાથદાદાને સાંજે ભસ્મ શ્રૃંગાર

કોરોના મહામારીના કારણે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પાસના આધારે ભાવિકોને પ્રવેશ

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૧૭ : સોમનાથ મહાદેવ શ્રાવણના અંતિમ સોમવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહાપૂજા, ત્રણ ટાઇમ આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, બિલ્વપૂજા, શ્રૃંગાર દર્શન અને દિપમાળા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમજ અંતિમ સોમવારે ભસ્મ શ્રૃંગાર દર્શન રાખવામાં આવેલ છે.

તેમજ દિવસ દરમિયાન દશ હજાર જેટલા યાત્રિકો સોમનાથ દર્શનનો લાભ લઇ શકશે અને સોમનાથ મંદિરની સામે પથીકાશ્રમના ગ્રાઉન્ડમાં પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાંથી દર્શકોએ પાસ મેળવી અને મંદિર દર્શન માટે જવાનું એક પાસમાં વધુમાં વધુ ૫ વ્યકિતઓ જઇ શકશે.

તેમજ મંદિર સુરક્ષા અને યાત્રિકો સોશ્યલ ડીસ્ટન્સ સાથે મંદિરમાં દર્શન કરવા જાય તે માટે સોમનાથ ટ્રસ્ટના અધિકારી - કર્મચારીઓ તેમજ સોમનાથ સુરક્ષા અધિકારી - કર્મચારીઓ દ્વારા કડક સુરક્ષા ગોઠવેલ છે

(12:12 pm IST)