Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

તાલાલા ગીરમાં ૬ કલાકમાં ૬ ઇંચ

ગીરગઢડામાં ૧ ઇંચઃ વેરાવળમાં પોણો ઇંચઃ કોડીનાર-સુત્રાપાડામાં અડધો ઇંચઃ ઉનામાં ઝાપટાઃ હિરણ-ર ડેમ ઓવરફલો

તાલાલા ગીર, તા., ૧૭: ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે અને બપોરના ૧ર વાગ્યા સુધીમાં એટલે કે ૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે ગીર ગઢડામાં ૧ ઇંચ, વેરાવળમાં પોણો ઇંચ, કોડીનાર-સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે ઉનામાં ઝાપટા વરસ્યા છે.

ભારે વરસાદના કારણે હિરણ-ર ડેમ ઓવરફલો થયો છે અને પ દરવાજા ખોલવામાં આવ્યા છે.

(1:02 pm IST)