Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છમાં વરસાદની પરિસ્થિતીની વિજયભાઇએ કરી સમીક્ષા

૧૯ ઓગસ્ટ સુધી હવામાન વિભાગની આગાહી

ભુજ,તા. ૧૭ : કચ્છમાં ગઈકાલે વરસાદને કારણે ઉભી થયેલ પુરની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈએ સમીક્ષા કરી હતી. વીડીયો કોન્ફરન્સ દ્વારા વિજયભાઈએ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ખાસ કરીને મુન્દ્રા માંડવીમાં વરસેલા ભારે વરસાદને પગલે ધ્રબ ગામે તણાયેલા પાંચ જણાને પગલે એનડીઆરએફની ટીમ દ્વારા હાથ ધરાયેલ બચાવ કાર્ય વિશે જાણકારી મેળવી હતી. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હજી પણ ૧૯ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાયેલ છે.

(1:01 pm IST)