Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન, કોરોના વોરીયર્સના સન્માન

 મોરબીઃ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલના હસ્તે તીરંગાને સલામી આપી કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા અપાયેલ ગાઇડલાઇન મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આન બાન અને શાન સાથે કલેકટર જે.બી.પટેલના વરદ્દ હસ્તે તીરંગો ફરકાવ્યા બાદ જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની આગેવાની હેઠળ ખુલ્લી જીપમાં પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ કરી સિમિત સંખ્યામાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમો આ વખતે મોકુફ રાખવામાં આવ્યા હતા. જિલ્લામાં ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અંગે જિલ્લા કલેકટર જે. બી. પટેલએ પ્રકાશ પાડ્યો હતો. કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લામાં આરોગ્ય,ઙ્ગપોલીસ,ઙ્ગસ્વૈચ્છીક તેમજ સામાજિક સંસ્થાઓ,ઙ્ગદાતાઓ,ઙ્ગવિવિધ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ કરી અભિનંદન પાઠવ્યા હતા.ઙ્ગ કોરોનાના પ્રારંભે પરપ્રાંતિય મજૂરોના સ્થળાંતર ની કામગીરીમાં વહીવટી તંત્રને મદદરૂપ થનાર સીરામીક એસોસિએશન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યનો આભાર વ્યકત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે,ઙ્ગસમગ્ર મોરબી જિલ્લો વિકાસના પથ પર પ્રગતિ કરી રહ્યો છે તેમાં શિક્ષણ,ઙ્ગખેતી,ઙ્ગઉદ્યોગ,ઙ્ગઆરોગ્ય,ઙ્ગરોડ-રસ્તા સહિત સરકારની વિવિધ યોજનાઓની અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત કોવીડ-૧૯ કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કોરોના વોરિયર્સનું જિલ્લા કલેકટર જે.બી. પટેલના હસ્તે વિશેષ બહુમાન કરાયું હતુ. કાર્યક્રમના અંતે મહેમાનો અને અગ્રણીઓ દ્વારાઙ્ગ વૃક્ષારોપણ કરાયું હતું.

(1:03 pm IST)