Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પોરબંદરમાં અગાસી ઉપર જુગાર રમતા પ યુવાનો ૮પ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૧૭ :  જુરીબાગ વિસ્તારમાં મકાનની અગાસી ઉપર જુગાર રમતા પ યુવાનોને પોલીસે ૮પ હજાર રોકડ સાથે પકડી પાડીને કાર્યવાહી કરી છે.

 જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીની  સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા  શહેરના ઇન્ચાર્જ  ડી.વાય.એસ.પી. સ્મીત ગોહીલ સાહેબના  તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના  પો.ઇન્સ.શ્રી એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના  પો.સબ.ઈન્સ એચ.એન.ચુડાસમા  તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

દરમ્યાન  પો.કોન્સ વિરેન્દ્રસીંહ તથા અક્ષયભાઇ  ને બાતમીરાહે હકીકત મળેલ કે, જુરીબાગ સોનેરી મોલની સામે  રહેતા આશીષ જાદવ કોટીયા પોતાના રહેણાક મકાનમાં અગાશી ઉપરના રૂમમાં પોતાના ફાયદા માટે બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે તીનપતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરે છે. જે આધારે રેઇડ કરતા (૧) આશીષ જાદવભાઇ કોટીયા ઉવ.૩૪, (૨) ઉમેશ હરજીભાઇ કોટીયા ઉવ.૩૯, (૩) હેમેન્દ્ર ઉફે હેમુ હરજીભાઇ કોટીયા ઉવ.૩૪ રહે. ત્રણેય જુરીબાગ સોનેરીમોલ ની સામે ગલીમાં, (૪) મનીષ પરમાનંદભાઇ જોષી ઉવ.૪૩, (૫) શૈલેષ પરમાનંદભાઇ જોષી ઉવ.૪૧ રહે. બન્ને પરેશનગર કુબેર બંગલા પાસે એરપોર્ટ સામે  વાળાને રોકડ ૮પ૭૦૦ મોબાઇલ ફોન નંગ-૪ સહિત કુલ ૧,૦૭,ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

 આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ  એન.એન.રબારી તથા પીએસઆઇએચ.એન.ચુડાસમા તથા એએસઆઇવી.એસ.આગઠ તથા પો.હેડ.કોન્સ જે.આર.કટારા ,બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ  વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(1:06 pm IST)