Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાણાવાવના મોકર સાગર રણમાં તણાયેલા ૩ યુવાનોમાં ગઇકાલે એકની લાશ મળ્યા બાદ બીજા યુવાનની લાશ મળી

ગોસા (ધેડ) પોરબંદર,તા. ૧૭: રાણાવાવ પાસે મોકર સાગરમાં ઉપરવાસમાં નદીના ઘસમસતા પુરમાં ત્રણેય યુવાનો તણાય ગયા હતાં અને ગઇ કાલે અરજણભાઇ રામાભાઇ કોડીયાતર (ઉવ.૩૦)ની લાશ મળ્યા બાદ આજે સવારે બીજા યુવાન પુંજાભાઇ ભાયાભાઇ કોડીયાતરની લાશ મળી આવેલ છે. હજુ લાપતા ત્રીજા યુવાન બાવનભાઇ પુંજાભાઇની શોધખોળ ચાલી રહી છે.

ગોસાબારા અને મોકર વચ્નચેના મોકર સાગર રણ માંગ રાણાવાવ તાલુકાના મોકર ગામના ત્રણ યુવાનો મોકરના રણ વિસ્તારમાં તણાતી ભેંસને બચાવવા જતાઙ્ગ ત્રણેય યુવાનો પૂરમાં વહેતા પાણીમાં તણાયા હતા. પાણીમાં ગરકાવ થઇ જતા રાણાવાવ મામલતદાર, પોલીસ તંત્ર ને જાણ થતાં તેઓ દોડી આવેલ અને રેસસ્કયુ માટે એનડીઆરએફ ની ટીમને બોલાવી તણાયેલાઙ્ગ યુવાનોની શોધખોળ આદરી હતી. સાથે યુવાનોની શોધખોળ માટે ગોસાબારા ખાતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્ત્િ। ની કામગીર સાથે બચાવ કાર્યમાં ગોસાબારા ના જુમાબાપા મછીયારા પરિવાર ના પુનાભાઈ ઈસ્માઈલભાઈ, લખાભાઈ ઈસ્માઈલભાઈ ,અબુભાઈ ઈસ્માઈલભાઈ, હાસમ ઈસ્માલ,  મામદ ઈસ્માઈલભાઈ ઈસબ અબુ, હુસેન આરબ, અલતાબ મામદ, ઈંતીહાસ મામદ. સહિતના બચાવકાર્યની ટીમ લઈને હોડીઓ સાથે વરસાદી પાણીમાં તણાયેલા બાવન પૂજા ગોરસીયા, પુંજા ભાયા કોડીયાતર અને અરજણ રામા કોડીયાતર આ ત્રણેય રબારી માલધારી સમાજના યુવાનો પાણીમાંઙ્ગ તણાઈ જતા તેમને શોધખોળ કરેલ. અને જેમાં અર્જન રામા કોડીયાતરની ગઇ કાલે લાશ મળી હતી.

આજે સવારના જુમ્મા બાપા પછી યારા પરિવારના લાખાભાઈ ઈસ્માઈલભાઈ, પુનાભાઈ ઈસ્માઈલભાઈની ટીમઙ્ગ આજે સવારે ફરી ગોસાબારાની સાત બોટ સાથેઙ્ગ આ લઈને તણાયેલા યુવાનોને પોતાના જાનના જોખમે શોધવાનો પ્રયત્ન કરતાઙ્ગ ત્યારેઙ્ગ હાસમભાઈઙ્ગ ઈસ્માઈલભાઈને નજરે પુંજાભાઈઙ્ગ ભાયભાઈ કોડીયાતરની લાશ નજરે પડતા ને શોધી કાઢવામાં સફળતા મળી હતી.અને તે પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ છે.

(1:08 pm IST)