Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

બરડા ડુંગરમાં ગુમ સગર્ભા મહિલા ફોરેસ્ટ ગાર્ડ મહિલા તેનો પતિ અને શ્રમિકની લાશો મળી

જે સ્થળે ગુમ થયા ત્યાં ઉંડો જળપલ્લવિત વિસ્તાર ન હોય ડૂબ્યા હોવાની શકયતા નહીંવત અપહરણની શંકા સાથે તપાસ : જંગલમાં લાપત્તા બાદ થાપાવાળી ખોડિયાર મંદિર પાસે તેમની કાર રેઢી મળેલ

પોરબંદર,તા. ૧૭: બરડા ડુંગરમાં ભેદી સંજોગોમાં ગુમ સગર્ભા મહિલા ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન કિર્તીભાઇ સોલંકી (ઉ.૩૦) તેનો શિક્ષક પતિ કિર્તીભાઇ સોલંકી તથા એક શ્રમિકની આજે સવારે બરડાની કોઠાવાળા નેસમાંથી મળી આવતા ચકચાર જાગી છે. ત્રણેયના મૃતદેહોને રાણવાવ સરકારી હોસ્પિટલે પોસ્ટ મોટર્મ માટે મોકલી આપેલ છે. પોસ્ટમોર્ટમ બાદ ત્રણેયના મૃત્યુનુ સાચુ કારણ બહાર આવશે.

તેઓ જે સ્થળે ગુમ થયા ત્યાં કોઇ ઉંડો જળપલ્લવિત વિસ્તાર ન હોય પાણીમાં ડૂબી ગયાની શકયતા નહીંવત છે. ત્રણેયનું કોઇએ અપહરણ કર્યુ છે કે કેમ ..? તે સહિત દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રણેય લાપતા અંગે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સડલા ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોવિંદ ગાંડાભાઈ સોલંકી (ઉવ ૫૭) એ પોલીસમાં જાહેર કરેલ કે,  તેનો પુત્ર કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉવ ૩૨) પોરબંદર ના રાતડી ગામે રહે છે અને ત્યાની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમની પુત્રવધુ હેતલબેન કિર્તીભાઈ સોલંકી (ઉવ ૩૦) પોરબંદરના ગોઢાંણા બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તથા હેતલબેનનો પતિ કે જેઓ રાતડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ગઈ કાલે સાંજે હેતલબેન તેમના પતી કિર્તીભાઈ અને વન વિભાગ માં મજુર તરીકે કામ કરતા અને પોરબંદર રહેતા નગાભાઈ ભુરાભાઈ આગઠ(ઉવ ૪૦) વગેરે હેતલબેનની ખાનગી કારમાં બરડા ડુંગરમાં ગયા હતા ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થયો ન હતો અને ત્રણેયના મોબાઈલ પણ ગઈ કાલ થી જ બંધ આવે છે.જયારે તેમની કાર જંગલ વિસ્તારમાં આવેલ થાપાવાળી ખોડીયાર માતાજીના મંદિર નજીક થી રેઢી મળી આવી છે.

પોલીસે વન વિભાગ ને સાથે રાખી અને ગઈ કાલે સાંજથી જ અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ આજે મોડી સાંજ સુધી પણ તેઓની ભાળ ન મળતા વન વિભાગ અને તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે હેતલબેન સગર્ભા હોવાનું અને તેઓને આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળે છે અને તેઓ જે વિસ્તારમાં ગુમ થયા છે ત્યાં કોઈ ઊંડો જળપલ્લવિત વિસ્તાર ન હોવાથી તેઓ પાણી માં ડૂબ્યા હોવાની શકયતા નહિવત હોવાનું પોલીસ વર્તુળોએ જણાવ્યું છે. ત્રણેયને બરડા ડુંગરમાં આવેલ કોઈ એ અપહરણ કર્યું છે કે કેમ ? તે સહીતની દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બગવદર પોલીસ મથકના ભીમભાઈ ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)