Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

તાલાલામાં સવારે દે ધનાધન ૪ ઇંચ

ગીરગઢડામાં પોણો ઇંચ : કોડીનાર વેરાવળ - સુત્રાપાડામાં ઝાપટા : હિરણ-૨ ડેમ ઓવરફલો

તાલાલા તા. ૧૭ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આજે સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં દે ધનાધન ૪ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.

સવારથી મેઘમહેર શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સવારે ૬ થી ૮માં પોણા ૨ ઇંચ અને ૮ થી ૧૦ દરમિયાન વધુ ૨ ઇંચ વરસાદ પડયો હતો.  ભારે વરસાદના કારણે હિરણ-૨ ડેમના ૭ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે.  આ વરસાદ ગીરગઢડામાં પોણો ઇંચ, કોડીનાર - વેરાવળ - સુત્રાપાડામાં ઝાપટા વરસ્યા છે.

(1:09 pm IST)