Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કાલાવડ પંથકમાં સાંજે અને રાત્રે આંચકા

જુની ફોલ લાઇન સક્રિય થતા કંપનથી જામનગર શહેર અને જીલ્લામાં લોકોમાં ગભરાટ

 જામનગર, તા. ૧૭ : જામનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાલાવડ તાલુકાની જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે અને રાત્રે વધુ બે આંચકા નોંધાયા છે.

જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાય ત્યારે ચિંતા વધુ થાય અને ખાસ કરીને વરસાદ કે શિયાળામાં જમીનના ઉપલા પડની ઠંડક નીચલા પડમા ગરમી ભેગી કરે તેથી વરાળ નીકળે જમીન ની અંદર પ્લેટ ખસે તો પણ કંપન થાય માટે લોકલ અને ટેકનોટીક બંને પ્રકારની કચ્છની ધરાની હલચલની વધુ સંભાવના રહે છે જેની અસર વધુ સુધી થાય.

ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગર જિલ્લામા ખાનકોટડા, હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી વધુ કંપનો ચોમાસામા આવ્યા છે. જોકે તેથી નુકસાન થયું નથી. પરંતુ ગ્રામજનોને ચિંતા થાય એ દેખીતુ છે, ખાસ કરીને જામનગર કચ્છ ભુકંપની વધુ સંભાવનાવાળા હોઇ આવા કંપનો ને અવગણવાને બદલે ડેમ તળાવ પાઇપલાઈન ચેકડેમ સહિત પાણી સહિતના સ્ટોરેજ મોટા સીવીલ કન્સ્ટ્રેકટેડ ટાંકાઓ ચેક કરતા રહેવા પણ જરૂરી છે.

છેલ્લા બે દિવસથી કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે. ગઈકાલે ભૂકંપના કુલ આઠ આંચકા અનુભવાયા છે. જેમાં ગઈ કાલે સાંજે ૫ૅં૨૮ મીનીટે જામનગરથી ૨૩ કિમી દુર કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે જમીન અંદર ૧૦ કિમી ઊંડાઈએ ૨.૧ની તીવ્રતા વાળો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત મોડી રાત્રે ૧૦:૦૯ મીનીટે જામનગરથી ૨૭ કિમી દુર કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો છે. ભૂકંપના સતત આંચકાઓથી જામનગર શહેર-જીલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(1:10 pm IST)