Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

છેલ્લા દોઢ માસમાં જુનાગઢ જિલ્લામાં ૯પ સ્થળોએ પોલીસના દરોડાઃ ૬૮ર પકડાયાઃ રૂ. પ૬ લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ જીલ્લામા જુગાર અંગે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે ૬૮ર પત્તા પ્રેમીઓને રોકડ રૂ.૧૭,૬૩ લાખ અને પ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી જુનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહીતી મુજબ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસ શેટ્ટીની સુચના આધારે જુનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવીઝનના એ ડિવીઝન બી ડીવીઝન, સી ડીવીઝન, વિસાવદર બીલખા, ભેસાણ, મેંદરડા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારની પ્રવૃતિ ડામી દેવા માટે રાખવામાં આવેલ ખાસ ડ્રાઇવ દરમિયાન છેલ્લા દોઢ માસના શ્રાવણ માસના સમયગાળા ૯પ જુગારના કેસો શોધી કાઢી ૬૮ર આરોપીઓ પકડી પાડી રોકડ રકમ રૂ. ૧૭,૬૩,૪૦પ/- તથા વાહનો, મોબાઇલ ફોન વિગેરે અન્ય મુદ્દામાલ કિંમત રૂ.૩૮,૩૮,૮૧૦/- સહિત કુલ કીમત રૂ.પ૬.૦ર.ર૧પ/- નો મુદ્દામાલ પકડી પાડી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.

જુનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ(૧) જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા કુલ ૧૮ કેસો શોધી ૧૦૧ આરોપીઓ પકડી કીમત રૂ.ર.૦૬.૩૭પ/-નો મુદ્દામાલ (ર) જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા ૧૭ કેસો શોધી ૯૭ આરોપીઓ પકડી કીમત રૂ.૪.૭૮,૧૯૦/- નો મુદ્દામાલ, (૩) જુનાગઢ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. કે.પી.ડાંગર તથા સ્ટાફ દ્વારા ૬ કેસો શોધી ૩ર આરોપીઓ પકડી કીમત રૂ.૧,૩૩,૧૧૦/-નો મુદ્દામાલ (૪) વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા ૧૩ કેસો શોધી ૯૮ આરોપીઓ પકડી કીંમત રૂ.૧૩,૦૦,૮૬પ/- નો મુદ્દામાલ (પ) બીલખા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.કે.માલમ તથા સ્ટાફ ૪ કેસો શોધી પર આરોપીઓ પકડી, કીમત રૂ.૮૪,૯ર૦/- નો મુદ્દામાલ (૬) મેંદરડા પોલીસ સ્ટેશનના પો.સબઇન્સ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા ૧૧ કેસો શોધી ૧૦૧ આરોપીઓ પકડી કીમત રૂ. ૧૭,ર૪,૧૮પ/- નો મુદ્દામાલ (૭) જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબઇન્સ. એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા ૧૦ કેસો શોધી ૬૮ આરોપીઓ પકડી કીમત રૂ.૪.૦પ,પપ૦/- નો મુદ્દામાલ તેમજ (૮) ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા ૧૬ કેસો શોધી ૧૩૩ આરોપીઓને પકડી કીમત રૂ. ૧ર,૯૬,૦ર૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

(1:13 pm IST)