Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ધર્મ સાથે રાષ્ટ્રધર્મ : ભુજના સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો દેશભકિતનો રંગ

ભુજ,તા.૧૭: ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા પર્વની કચ્છભરમાં ઉલ્હાસભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શ્રાવણ માસ દરમ્યાન અનેક દેવ મંદિરોમાં ધર્મની સાથે દેશભકિતનો રંગ પણ છલકાયો હતો. ભુજના સોમનાથ મહાદેવ મંદિરે સેવપૂજા કરતા આઈટીઆઈ ઇન્સ્ટ્રકટર ધર્મેશ પાઠક અનન્ય શિવભકત છે. તેઓ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દરમ્યાન ભુજના સોમનાથ મંદિરને ઉલહાસપૂર્વક શણગારે છે. ૧૫ મી ઓગસ્ટ દરમ્યાન તિરંગાની આન, બાન અને શાન સાથે તેમણે અનોખો શણગાર કર્યો હતો. જે શિવભકતોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ધર્મેશ પાઠક સોશ્યલ મીડીયાના માધ્યમથી દરેકને આગલે દિવસે સાંજે દરરોજ પંચાંગ પણ મોકલે છે, જે લોકોને શુભ પ્રસંગો અને તહેવારો માટે જાણવા માર્ગદર્શક બને છે.

(1:13 pm IST)