Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ધોધમાર ૬ ઇંચ વરસાદ પડતા તાલાલા - સોમનાથ હાઈવે બંધ : રસ્તા ઉપર પૂરના પાણી ફરી વળ્યા

જુનાગઢ ::::ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ધોધમાર ૬ ઇંચ વરસાદ પડતા તાલાલા - સોમનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તા ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે.

         આ અંગે ભોજદે ગામ ના આહિર સમાજના અગ્રણી હમીરભાઇ બામરોટિયા એ જણાવ્યું હતું કે આજે બપોર સુધી ધોધમાર વરસાદ વરસવાના કારણે તાલાલા સોમનાથ હાઇવે ઉપર ધુશીયા ગામ પાસે રોડ ઉપર ઘોડાપૂર આવતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દેવા પડ્યા હતા અને તંત્ર દ્વારા પણ રસ્તો બંધ કરી દેવાયો છે. પૂરના પાણી જ્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે.

(1:44 pm IST)