Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જોડિયા -૪ાા, અંજાર -૩ાા, માંડવી -કલ્યાણપુર-૩, ભુજ-૨ ઇંચ

ટંકારામાં પોણા બે -ખંભાળીયા-દોઢ, વિસાવદરમાં ૧ ઇંચ વરસાદ : રાજકોટમાં ધીમીધારે : સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ,તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં આજે પણ  મેઘાવી માહોલ સાથે અડધાથી સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગરના જોડિયામાં સાડા ચાર ઇંચ, કચ્છના અંજારમાં સાડા ત્રણ ઇંચ, માંડવીમાં ૩ ઇંચ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ૩ ઇંચ ભુજમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે.

ભુજ

 ભુજઃ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે મેઘરાજાએ મુન્દ્રા માંડવીને ધમરોળયા બાદ આજે ભુજ અને અંજારને ધમરોળી મૂક્યું છે. જોકે, ગઈકાલથી જ ભારે ગરમી પછી આજે બપોર પછી વાતાવરણ એકાએક પલટાયું છે અને ધોધમાર વરસાદ તૂટી પડયો છે. આ લખાય છે ત્યારે પણ સતત એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.

આજે બપોર સુધીમાં અંજારમાં સાડા ૩ ઇંચ, માંડવીમાં ૩ ઇંચ, ભુજમાં ૨ ઇંચ, અને ગાંધીધામમાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર

જામનગર : જામનગર જીલ્લાના જોડિયામાં સાડા ચાર ઇંચ જામજોધપુરમાં પોણો ઇંચ, જામનગરમાં અડધો ઇંચ લાલપુર અને ધ્રોલમાં ઝાપટા વરસ્યા છે.

અમરેલી

અમરેલી : અમરેલી જીલ્લાના રાજુલા અને બગસરામાં અડધો ઇંચ, ધારી -સાવરકુંડલામાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ

રાજકોટ શહેરમાં પણ બપોરના ૨:૧૫ વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉપલેટા, કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ધોરાજી, પડધરી, લોધીકામાં ઝાપટા પડ્યા છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ૩ ઇંચ, ખંભાળીયામાં દોઢ ઇંચ, ભાણવડમાં અડધો ઇંચ અને દ્વારકામાં ઝાપટા પડ્યા છે.

જૂનાગઢ

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં ૧ ઇંચ, કેશોદ તથા જૂનાગઢ શહેરમાં અડધો ઇંચ, મેંદરડા -માંગરોળમાં ઝાપટા પડ્યા  છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં ૧ ઇંચ, સાયલા, ચુડા, થાનગઢમાં ઝાપટા પડ્યા છે.

મોરબી

મોરબી જીલ્લાના ટંકારામાં પોણા બે ઇંચ તથા વાંકાનેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

તાલાલામાં વધુ ૧ ઇંચ : દિવસ દરમિયાન ૭ ઇંચ વરસ્યો

રાજકોટ,તા. ૧૭: આજે તાલાલામાં દિવસ દરમિયાન ૭ ઇંચ વરસાદ પડ્યો છે. સવારના ૬ થી ૧૨માં ઇંચ અને ૧૨ થી ૨ દરમિયાન વધુ ૧ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળમાં અડધો ઇંચ તથા ઉના સુત્રાપાડામાં ઝાપટા પડ્યા છે.

(4:07 pm IST)