Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભાજપ સાંસદ રમેશભાઇ રામજીભાઈ ધડુકને કોરોના પોઝીટીવ : ધડુક પરિવારના ૩ સભ્યોને કોરોના પોઝીટીવ

પોરબંદરના ભાજપના સાંસદ રમેશભાઈ રામજીભાઈ ધડુક (ઉ.૫૮, કૈલાશબાગ ગોંડલ)ને કોરોના પોઝીટીવ આવેલ : તેમની પુત્રવધુ મોનાબેન નૈમીષભાઈ ધડુક (ઉ.૩૦, કૈલાશબાગ, ગોંડલ)ને પણ કોરોના પોઝીટીવ આવ્યો : ગઈકાલે રમેશભાઈ ધડુકના પુત્ર નૈમિષને પણ કોરોના પોઝીટીવ આવેલ : આમ સાંસદ રમેશભાઈ ધડુક પરિવારના ૩-૩ સભ્યોને એક સાથે કોરોના પોઝીટીવ આવતા ભારે ચિંતાની લાગણી : આ ઉપરાંત ગોંડલમાં આજે બપોર સુધીમાં ગીતાબેન બાબુભાઈ રૈયાણી અને બાબુભાઈ જુઠાભાઈ રૈયાણી (ભોજપરા ગોંડલ)ને પણ કોરોના પોઝીટીવ આવતા આજે ગોંડલમાં ૪ નવા કોરોનાના કેસ બહાર આવ્યા છે

(4:09 pm IST)