Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

મોરબી જિલ્લાના ટંકારામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

નાના ખીજડીયા મેધપર ટંકારા ડેમી નદી સહિતના ગામડામા નદી બે કાંઠે વહેવા લાગી : વાહન વ્યવહાર ઠપ્પ

ટંકારા મા બે કલાક મા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું છે સિઝન નો કુલ ૧૦૦%થી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સિસ્ટમની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે.

આજે બપોરે બે કલાક મા ૭૨ એમ એમ વરસાદ નોંધાયો છે. આ સાથે ટંકારા ના ગામડા મા પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે ગઈ કાલે પણ ટંકારા અને ગામ્ય વિસ્તારમાં એક ઈંચ થી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ ને પગલે નાના ખીજડીયા મેધપર ટંકારા ડેમી નદી સહિત ના ગામડા મા નદી બે કાંઠે વહેવા લાગી હોય વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો જીવના જોખમે નદી પાર કરતા જોઈ શકાય છે.

(4:34 pm IST)