Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભાવનગરમાં કોરોનાથી વધુ બે લોકોના મોત : 38 પોઝીટીવ કેસ : કુલઆંક 2139 થયો

શહેરમાં 20 નવા કેસ ,ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા

ભાવનગર માં કોરોના નો કહેર યથાવત રહ્યો છે આજે કોરોના એ વધુ બેનો ભોગ લીધા છે અને નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા છે ભાવનગર શહેરમાં કોરોના થી એકનું મોત નીપજ્યું છે અને 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ભાવનગર ગ્રામ્ય માં પણ કોરોનાથી એકનું મોત નીપજ્યું છે અને નવ પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજના 38 પોઝિટિવ કેસ સાથે ભાવનગર જિલ્લાનો કુલ પોઝિટિવ આંક વધીને  2139 થયો છે જ્યારે મૃત્યુઆંક વધી 38 થયો છે

(9:31 pm IST)