Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છમાં કોરોના બન્યો કાળ :વધુ ૩ નો લીધો ભોગ : નવા ૨૪ કેસ સાથે કુલ કેસ 941 થયા :ભુજના પૂર્વ ઉપનગરપતિ ઈસ્માઈલ માંજોઠીને કોરોના પોઝિટિવ

મોતનો આંકડો વધીને ૪૫, ફરી એક વાર પોઝિટિવ કેસ અને મોતના આંકડા બાબતે તંત્રની લુકાછુપી

(ભુજ) કચ્છમાં વધુ મોત અને ૨૪ કેસ સાથે કોરોના હવે કાળમુખો બન્યો છે. કોરોનાએ ત્રણ ત્રણ માનવ જિંદગીનો ભોગ લેતા મૃત્યુનો આંક વધીને ૪૫ થયો છે. મૃત્યુ પામનારમાં મહેશભાઈ મદન સંઘવી (.૫૮, માંડવી), નયનાબેન જશવંત પરમાર (. ૪૩, રાપર) બે નામ સતાવાર જાહેર કરાયા છે. જ્યારે ગઈ કાલે મોડી રાત્રે મૃત્યુ પામનાર રણછોડભાઈ ગોપાલ મોખા (.૫૮, મુન્દ્રા) નામ જાહેર કરાયું નથી. આમ તંત્રએ આજે ત્રણ પૈકી બે મોત દર્શાવ્યા છે. જ્યારે સત્તાવાર મોત ૩૯ દર્શાવ્યા છે. આજે ૨૪ કેસમાં ભુજ પંથકમાં સામટા ૧૦ કેસ નોંધાયા છે. જેમાં ભુજના ઉપનગરપતિ ઈસ્માઈલ માજોઠીને પણ કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. ૫૭ વર્ષીય ઈસ્માઈલ માજોઠી ભાજપના અગ્રણી છે. જ્યારે અન્ય કેસોમાં ગાંધીધામમાં , માંડવીમાં , અંજારમાં કેસ નોંધાયા છે.

(11:27 pm IST)