Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કલ્યાણપુરના ચુર ગામે બનાવ : માતાએ ઠપકો આપતાં પુત્રનો ઝેર પી આપઘાત

 ખંભાળીયા,તા.૧૭ : મુળ મહારાષ્ટ્રના અને હાલ કલ્યાણપુર તાલુકાના ચુર ગામે રહેતાં જીતુ મહાદુભાઈ વડવી (ઉ.વ. ૪૦) નામના યુવકે ગત તા.૧૦ ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ લાંબી સારવાર બાદ તેમનું મોત નિપજતાં બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના માતા પ્રેમી લઈેને પુત્રને કામ બાબતે ઠપકો આપતાં તેને માઠુ લાગી આવતાં પગલુ ભરી લીધાનું તપાસમાં સામે આવ્યું છે.

ખંભાળિયામાં મામાને છોડાવવા ગયેલા ભાણેજ ઉપર હુમલો

ખંભાળિયામાં મોચી શાળ પાસે રહેતાં કિશન રમેશભાઈ ગોસ્વામી (ઉ.૧.૨૯) નામના યુવકે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તે ઝવેરી બજાર મોચી શાળમાં ઘર પાસે હતો ત્યારે પારસ તેમના મોટાભાઈ અને મામાને માર-મારતો હોવાથી તેને હું છોડાવવા ગયો હતો દરમ્યાન પારસે ઉશ્કેરાઈ જઈ છરી વડે ઈજા કરતાં સારવાર લીધી હતી. બનાવ અંગે પોલીસે પારસ વિરૂધ્ધ ગુનો નાંેધી શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુર પંથકમાં જુગારના સાત દરોડામાં ૩૫ ઝડપાયા

કલ્યાણપુર પોલીસે જુદા- જુદા સાત દરોડામાં ૩૫ શખસોને જુગાર રમતાં ઝડપી લઈ તેમની પાસેથી રોકડા સહિતની

મતા કબ્જે કરી હતી જેમાં પ્રથમ દરોડામાં ભોગાત ગામે રામ મોંદેર પાસે તીનપતી નો જુગાર રમતાં વિજયગર લાલગર અપારનાથી, મનસુખગર પ્રેમગર અપારનાથી, રામ નગાભાઈ કરંગીયા, હમીર માલદેભાઈ આંબલીયાને રોકડ ૫૭૩૦ની મતા સાથે ઝડપી લીધા હતાં જયારે નંદાણા કોબા ગામે ઝાડ નીચે જુગાર રમતાં ભાવેશ ના રણ ચાવડા, જગા રામા આબંલીયા, ધરણાંત રાણા આંબલીયા, દેશુર રણમલ ચાવડા, મેરામણ દેવશી ચાવડા, નયનદાસ કિર્તિદાસ ગાંેડલીયા, દરદાસ અરજણ કોટાને રોકડા ૧૦,૭૩૦ની મતા સાથે ઝડપી લીઘા હતા . ત્રીજા દરોડામાં રાવલ ગામે બહારપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં દિનેશ નગા કાગડીયા, વશ્રામ ઘેલા કાગડીયા, રામા કરશન સોલંકી, કાના લાખા સોલંકીને રોકડ ૧૧, ૦૨૦ની મતા સાથે ઝડપી લઈ ગુનો નોધ્યો છે.ચોથા દરોડામાં કેનેડી ગામે જાહેરમાં જુગાર રમતાં કિશોર લાધા નકુમ , સંજય ધના ડાભી, સંજય નથુ ડાભી, પ્રવિણ ભીમા કછટીયા, ભાવીન ભીખા ખાણધર, અમીત કલા ડાભી, યશ પ્રેમજી ડાભીને રોકડા ૧૦,૬૪૦ની મતા સાથે પકડી પાડયાં હતાં. રાવલના હનુમાનધાર ગૌશાળા પાસે જુગાર રમતાં લખા કરશન વાવેલા, મોહન કેશવ ગામી, સંજય મોહન જમોડ, ભરત ભીખા જમોડ, રમેશ લાખા જમોડ, કાના લાખા સોલંકી, સંજય નગા ગામીન ૧૧,૦૭૦ની મતા સાથે ઝડપી લીધા હતા. તેમજ માળી ગામેથી શામરા સાજા જામ, શીવા મેસુર જામ, રણમલ દેવાણંદ બુચડને ૧૩,ર૫૦ની મતા સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત બાંકોડી ગામે પાના ટીચતાં અશોક રામદે ગોજીયા, હરદાસ મધ્લદે ગોજીયા , દિલીપ જયસુખ મર્દનિયાને રોકડા ૩૫૨૦ની મતા સાથે ઝડપી લીધા હતાં

વાડીનાર પોલીસે માલશી ખેતા ઢેચા, દેવશી ભીમા પીંગળસુર, વિપા ખેરા પારીયા, પુના ભુરા રાઠોડને રોકડ ૫૮૯૦ની મતા સાથે ઝડપી લીધા હતા.

(1:26 pm IST)