Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વેરાવળ ૧૬ વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં જ તેના વાલી-વારસને શોધી કાઢી પરત સોંપતી વેરાવળ સીટી પો. સ્ટે.SHE ટીમ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૭ : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક  રાહુલ ત્રીપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સા. અને લ્ણ્ચ્ ટીમના સુપરવિઝન અધિકારી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક અને SHE ટીમના નોડલ અધિકારી શ્રી એમ.એમ.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના મુજબ આજ રોજ કલાક-૧૮/૦૦ વાગ્યથી વેરાવળ સીટી પો.સ્ટે. ના SHE ટીમના ઇન્ચાર્જ પો. સબ ઇન્સ. આર.એચ.સુવા તથા SHE ટીમના પો.કોન્સ. કલ્પનાબેન રામસીંગભાઈ તથા ઉષાબેન કાનજીભાઇ તથા કંચનબેન અરજણભાઇ તથા વિજયભાઇ સરમણભાઇ તથા નદિમભાઇ શેરમહમદભાઇ એ રીતેના SHE ટીમના સભ્યો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. સબ ઇન્સ. આર.એચ.સુવા નાઓને બાતમી રાહે હકિકત મળેલ કે વેરાવળ બસ સ્ટેશનમાં એક કિશોરી ઉ.વ.૧૬ વર્ષની મળી આવેલ

 પુછપરછ કરતા પોતે રાજકોટ મુકામે રહેતી હોય અને પોતાના માતા-પિતાને કહયા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જે કિશોરીને વેરાવળ સીટી પો.સ્ટે. લાવી કિશોરીને તેના વાલી વારસને સોંપી SHE ટીમએ પ્રસંસનીય કામગીરી કરેલ છે. કિશોરીનું નામ નેહાબેન કમલેશભાઇ પાલા, જાતે-સોની, ઉ.વ.૧૬, ધંધો-અભ્યાસ, રહે.-''સેન્સીટીવ ફોર્જ'' જી.આઇ.ડી.સી. ગામ-મેટોડા તા-લોધિકા, જી.રાજકોટ

વેરાવળ સીટી પો.સ્ટેના SHE ટીમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.એચ.સુવા તથા પો.કોન્સ. કલ્પનાબેન રામસીંગ તથા ઉષાબેન કાનજીભાઇ તથા કંચનબેન અરજનભાઇ તથા વિજયભાઇ સરમણભાઇ તથા નદિમભાઇ શેરમહમદભાઇ વિગેરે પોલીસ સ્ટાફ નાઓએ ખુબ જ પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(1:28 pm IST)