Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વિરપુરમાં ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક પિતૃ તર્પણ તેમજ શ્રાધ્ધ વિધિનો કાર્યક્ર્મ યોજાયો

શ્રાધ્ધતર્પણ વીધી પ્રજ્ઞાપુત્ર પ્રાણલાલ સોની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આગવી પ્રેરકવાણીમાં કરવામાં આવેલ

વીરપુર જલરામ:ગાયત્રી પરિવાર શાંતિકુંજ- હરિદ્વાર તથા ગાયત્રી પરિવાર - વીરપુર દ્વારા રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ગાયત્રી પ્રજ્ઞાપીઠ- વીરપુર ખાતે ભાદરવા વદ-૬ ના દિવસે સામુહિક પિતૃતર્પણ વિધિ કરવામાં આવી. હતી

પ.પૂ ગુરુદેવ રામશર્મા આચાર્ય અને પરમ વંદનીય માતા ભગવતી દેવી શર્મા હરિદ્વારના આશીર્વાદથી સંત શિરોમણી પૂ.જલારામબાપાની પાવન ભૂમિ પર દેવતર્પણ, દિવ્યમનુષ્યતર્પણ,દિવ્યપિતૃતર્પણ,યમતર્પણ જે લોકો સમય અથવા આર્થીક સ્થિતિ ને લઈને દૂર સુધી કે તીર્થમાં જઈ નથી શકતા તેવા લોકોના   પિતૃઓ માટે સામુહિક પિતૃ તર્પણ તેમજ શ્રાદ્ધ તર્પણ કરવામાં આવેલ હતું.

શ્રાધ્ધતર્પણ વીધી પ્રજ્ઞાપુત્ર  પ્રાણલાલ સોની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આગવી પ્રેરકવાણીમાં કરવામાં આવેલ જેમાં કોઈપણ જાતના ઉચનીચ- નાતજાત કે ધર્મસંપ્રદાયના ભેદભાવ વિના અનેક લોકો શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા.

આ શ્રાધ વિધિની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ હતી જેમા વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા,રાજકોટ દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, જિલ્લા પંચાયત પુર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, જેતપુર તાલુકા ભાજપ  પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, સ્વા.ગુરુકુલનાં સ્વામી વિશ્વવીહારીજી,આહપદાદા મિત્ર મંડળના પ્રવીણભાઈ બરવાળીયા સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતાં.

આ સામુહિક શ્રાદ્ધ વિધી કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર અનિલભાઈ વઘાસીયા સહીતના ભાઈઓ તથા ગાયત્રી મહિલા મંડળની બહેનો દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી હતી

(12:39 am IST)