Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સ્વ સહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાશે

મોરબી: તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શિવ હોલ-મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી અંતર્ગત મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં જિલ્લાના પદાઅધિકારી/અધિકારી ઉપરાંત લાભાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહેશે

(12:53 am IST)