Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ખંભાળીયા ખાતે વન અને પર્યાવરણમંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કેશ ક્રેડીટ લોન, રીવોલ્વીંગ ફંડ, આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો લાભાર્થીઓને એનાયત કરાશે

 દેવભૂમિ દ્વારકા :રાજ્ય સરકાર દ્વારા ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવતીકાલ તા.17 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ પોરબંદર રોડ, ટાઉનહોલ, ખંભાળિયા ખાતે તા.૧૭-૯-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે વન, પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ, અને સ્ટેશનરી વિભાગના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.

   કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના દિન દયાળ અંત્યોદય-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ ધિરાણ અને રીવોલ્વીંગ ફંડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અલગ અલગ નગરપાલિકા દ્વારા શહેરી સ્વ સહાય જૂથોને લોન તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો ઓનાયત કરવામાં આવશે. આ ઉપરાંત મેડીકલ કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

(12:56 am IST)