Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સુત્રાપાડામાં કાલે કોળી સમાજ વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાશે

શ્રી વિર માંધાતા સંગઠન દ્વારા કરાયું આયોજન..

પ્રભાસ પાટણ, તા.૧૭: કાલે રવિવારે  બપોરે ૩:૦૦ વાગ્‍યાથી સાંજે ૬:૦૦ વાગ્‍યા સુધી સુત્રાપાડા મુકામે કોળી સમાજની વાડી ખાતે જય અંબે મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલ સાપરડાના સંહયોગ થી  શ્રી વીર માંધાતા સંગઠન સુત્રાપાડા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે જે કેમ્‍પ  જય અંબે મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલ જુનાગઢ -સાપરડાના ડોક્‍ટર વિશાલ કરમટા,એમ એસ સર્જન. ડોક્‍ટર પ્રતીક ડોબરીયા. એમ એસ ગાયનેક. ડોક્‍ટર જીગ્નેશ કામલિયા. ઓર્થોપેડિક સર્જન ડોક્‍ટર માનસી દેસાઈ, દાંતના રોગના નિષ્‍ણાંત ડોક્‍ટર જય રાઠોડ, એમએસ ઓપ્‍ટિકલ ડોક્‍ટર ધવલ કોયાણી, ફેમેલી ફિઝિશિયન ડોક્‍ટર જયેશ સોલંકી , જનરલ ચેકઅપ તેમજ  તમામ પ્રકારના નિદાન તેમજ તમામ પ્રકારની દવા ફી આપવામાં આવશે. આ કેમ્‍પનો લાભ લેવા માટે સંપર્ક કરો   હરેશભાઈ કામળીયા, રાજેશભાઈ વંશ, ભરતભાઈ સોલંકી, સામતભાઈ વાજાનો સંપર્ક કરી નામ નોંધાવવા દર્દીઓને નામ લખવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે. બોહોળી સંખ્‍યામાં આજુબાજુ વિસ્‍તારમાંથી જરૂરિયાત દર્દીઓએ લાભ લેવા વિનંતી તેમ માંધાતા ગળપ ના રાજેશભાઈ વંશની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(10:10 am IST)