Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગોંડલ નગપાલિકા મહિલા સદસ્‍યાની રાજીનામાની ચીમકી

ભગવતપરા વિસ્‍તારમાં પ્રાથમિક જરૂરિયાતના કામ ન થતા હોવાની રાવ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: વિપક્ષ વિહીન અને પૂર્ણ  બહુમતી સાથેની ભાજપ શાસિત  નગરપાલીકા દ્વારા ભગવતપરા વિસ્‍તારમાં પડેલા મોટા ખાડા બુરવામાં ન આવતા હોય તેમજ સાર્વજનિક  પ્‍લોટ મા નવા બગીચા બનાવમાં ન આવતા હોય  રોષે ભરાયેલા  મહિલા સદસ્‍યા દ્વારા રાજીનામા ની ચીમકી આપવામાં આવતા પાલિકા વર્તુળ માં ચર્ચા નો વિષય બની જવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાગ બગીચા કમિટી  ના માજી ચેરમેન તથા સદસ્‍યા સમજુબેન મકવાણાએ ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્‍યું હતું કે ભગવત પરા વોર્ડ નંબર ત્રણ શિશુ વિહાર પાસે મોટો ખાડો પડી ગયો છે ગંદુ પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવાની શકયતા વધી રહી છે અનેકો રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ યોગ્‍ય પગલા લેવામાં આવ્‍યા નથી.   હરભોલે સોસાયટી, નીલકંઠ સોસાયટી સહિતના વિસ્‍તારોના સાર્વજનિક પ્‍લોટમાં બાગ બગીચા બનાવવાની જરૂરિયાત છે. આ અંગે પણ વારંવારની રજુઆતો  કરવા છતા પ્રમુખ સહિત નુ તંત્ર  રજુઆત ની અવગણા  કરતુ હોય  તાકીદે નિર્ણય લેવામાં નહીં આવે તો એક મહિના બાદ રાજીનામું ધરી દેવામાં આવશે તેવી અંતમાં ચીમકી આપી છે.

(10:19 am IST)