Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પોરબંદરના વોર્ડ નં-૬ માં રોડના બાકી રહેલા કામોને વહેલી તકે પૂર્ણ કરાવવા ચીફ ઓફિસરને રજૂઆત

પોરબંદર,તા.૧૭: વોર્ડ નં. ૬માં રોડ તથા પેવરબ્‍લોક ના બાકી કામ વહેલી તકે પુરા કરાવવા અંગે નગર સેવક ફારૂકભાઇ સુર્યાએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.
વોર્ડ નં.૬ના મોટાભાગના વિસ્‍તારમાં રોડ બનાવવાના કામ બાકી છે. છેલ્લા પંદર વર્ષ ઉપરાંતથી આ વિસ્‍તારના રસ્‍તાઓ બિસ્‍માર હાલતમાં છે. અને છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના કામે આ વિસ્‍તારના રસ્‍તાઓ ખોદી નાખ્‍યા પછી ફરીથી બનાવવામાં આવ્‍યા નથી.
સ્‍લોટર હાઉસથી ચુના ભઠ્ઠાના વિસ્‍તાર સુધીનો રોડ તથા તેને લાગુ તમામ ગલીઓમાં પેવર બ્‍લોકનું કામ,  અશરફી નગર વારા  વિસ્‍તારની તમામ ગલીઓમાં પેવર બ્‍લોકનું કામ, કુંભારવાડા જકાત નાકાની સામેનો વિસ્‍તારના રસ્‍તાઓ તથા તેને લાગુ ગલીઓમાં પેવર બ્‍લોકનું કામ, શાહ મુરાદશાહ પીરના તકીયાની બાજુની ગલીઓ અને મુખ્‍ય રસ્‍તાઓ, ઠક્કર પ્‍લોટથી તકીયા તરફ જતો રસ્‍તો, વાલ્‍મીકી વિસ્‍તારમાં આવેલ આંગણવાડીની સામેનો રસ્‍તો, આશાપુરા આઇસ ફેકટરી વાળો રોડ અને તકીયા પાછળના વિસ્‍તારના રસ્‍તાઓ, યુસુફ પટેલના ઘરથી મેમણ કોલોની વાળો મુખ્‍ય રોડ તથા તેને સંલગ્ન ગલીઓ, રોયલ હોસ્‍પિટલથી રેલ્‍વે પાટા સુધીની ગટર બંધ કરી તે ફુટપાથ પર બ્‍લોક નાખવા તથા, લીબર્ટી રોડ પર વૈભવ ફર્નિચરની બાજુની સુતારવાડા તરફ જતો રસ્‍તો નવા તથા અન્‍ય તમામ બાકી રહેલા રસ્‍તાઓ અને ગલીઓના સર્વે કરાવીને બાકી રહેતા કામો વહેલી તકે પુરા કરવામાં આવે તેવી રજુઆત સાથે કરવામા આવી છે.

 

(10:20 am IST)