Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કોડીનારના દુદાના ગામના એરફોર્સ જવાન નીરવસિંહ ચૌહાણે તણાવમાં આત્મહત્યા કર્યાનું ખુલ્યું

ઉચ્ચ અધિકારી બનવા માંગતા હોવાથી તેની તૈયારી માટે ડયુટીમાં સમય ન આપી શકતા હોવાથી પગલુ ભર્યુ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૧૭ : ચેન્નાઇ ખાતેઙ્ગ ઇન્ડીયન એરફોર્સમાં ફરજ બજાવતા કોડીનાર તાલુકાના દુદાના ગામ ના નીરવસિંહ ચોહાણ એ ચેન્નાઇના આવડી એરનેઝ ઉપર ગુરુવારે સવારે લગભગ ૪ વાગ્યાની આસપાસ તેણે પોતાના સર્વિસ વેપનથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરતાં એરફોર્સ અધિકારીઓએ આત્મહત્યાના કારણો અંગે તપાસ હાથ ધરી છે.

નીરવસિંહ ચૌહાણએ ખુદને ગોળી મારતા ગોળી ચાલવાનું આવાઝ આવતા અન્ય અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવતા નીરવસિંહ લોહી લુહાણ હાલતમાં ફર્શ ઉપર પડ્યો હોય તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ત્યાં ફરજ ઉપરના ડોકટરે નીરવને મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આત્મ હત્યા અંગે સઘન તપાસ હાથ ધરી હતી.

જેમાં પ્રાથમિક માહિતી મુજબ નીરવસિંહ ચૌહાણ ઉચ્ચ અધિકારી બનાવ માંગતા હોય તેની તૈયારી માટે ડ્યુટીમાં ટાઇમ આપી શકતા ન હોય તેના તણાવમાં આવી આત્મ હત્યા કરી હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.

મૃતક એરફોર્સ જવાનનો મૃતદેહ આજે સવારે તેમના માદરે વતન આવતા સવારે ૧૦ કલાકેઙ્ગ તેમના નિવાસ્થાને થી શહીદ યાત્રા સ્વરૃપેઙ્ગ અંતિમ વિદાઈ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

(11:27 am IST)