Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જૂનાગઢમાં શંકરાચાર્યજીની શ્રધ્ધાંજલી સભા યોજાઇ

જૂનાગઢ : શંકરાચાર્ય શ્રી સ્વરૃપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ માટે સૌરાષ્ટ્રમાં રથયાત્રા કાઢી હતી અને આંદોલન પણ કર્યું હતું. તેઓએ શ્રીરામ જન્મભૂમિ માટેના આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. સૌરાષ્ટ્રના આ આંદોલન સમયે એ સમયના સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજી મહારાજ સહિતના સંતો તેમની સાથે રહયા હતાં. સનાતન ધર્મ માટે તેઓ ખુબ લાંબા સમય સુધી યાદ કરાતા રહેશે. આચાર્ય પરંપરામાં તેઓએ તમામ આચાર્યોને અને ધમચાર્યોને સન્માન ખુબ આપ્યુ છે. ગિરનાર રોડ સ્થિત ધાર્મિક ફાર્મ ખાતે યોજાયેલ શોકસભામાં જગતગુરૃ શંકરાચાર્યજીને સાધુ સમાજના પ્રમુખ અને વરિષ્ઠ સંત મુકતાનંદજી મહારાજે ભાવાજંલી આપી હતી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, પરશુરામ ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી સોરઠીયા શ્રીગોડ બ્રહ્મ સેવા સમિતિ દ્વારા યોજાયેલ શંકરાચાર્યજીની ભાવાંજલી સભામાં ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જયદેવભાઈ જોષી, શૈલેષભાઈ દવે, હિરેનભાઈ રૃપારેલીયા, ધીરૃભાઈ પુરોહિત, સનતભાઈ પંડ્યા, યોગીભાઈ પઢીયાર, કેતનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ શ્રધ્ધાંજલી સભામાં રાજુભાઈ ભટ્ટ અને નીરૃબેન દવેએ શંકરાચાર્યજી મહારાજને ધર્મભાવ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:32 am IST)