Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ધ્રોલમાં નલ સે જલ યોજનાનું સપનુ સાકારઃ ૮.૭૮ કરોડનું ટેન્‍ડર

નગરપાલીકા વિસ્‍તારમાં નવા વિસ્‍તારમાં પાઈપલાઈન, સંપ, ઉચી ટાંકી સહીત લોકોને શુધ્‍ધ પાણી માટે બનશે ફીલ્‍ટર પ્‍લાન ડબલ એન્‍જીનની સરકારમાં આ શકય બન્‍યુઃ પાલીકા પ્રમુખ જયશ્રીબેન પરમાર

ધ્રોલ, તા.૧૭: રાજય સરકાર ધ્‍વારા ગુજરાતની નગરપાલીકાઓને શુધ્‍ધ પીવાના પાણી માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ‘નલ સે જલ' યોજના હેઠળ કરોડો રુપીયાની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે ત્‍યારે ધ્રોલ નગરપાલીકાનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે ત્‍યારે પાલીકા દ્વારા આ યોજના હેઠળ તાત્‍કાલીક નિર્ણય લઈને ધ્રોલ શહેરમાં લોકોને શુધ્‍ધ પીવાના પાણી માટે આ યોજના હેઠળ ૮ કરોડ ઉપરના કામો માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે જેનું ટુંક સમયમાં કામ શરુ કરવામાં આવશે.

મળતી વિગત મુજબ ધ્રોલ શહેરની અંદાજે ૫૦ હજારની વસ્‍તી હોય આ યોજના હેઠળ બહાર પાડેલ ડેન્‍ડરમાં જુની લાઈન બદલવામાં આવશે અને નવી ૧૧.૧૫ કી.મી.ની લાઈનો નાખવામાં આવે અને જોડીયા નાકા પાસે ૧૦ હજાર લીટરનો તેમજ જયોતિ પાર્ક પાસે ૮ હજાર લીટરનો નવો સંપ બનાવવામાં આવશે, જયારે જોડીયા નાકા પાસે ઉંચી ટાકી ૭ લાખ લીટરની અને ૬ લાખ લીટરની ઉંચી ટાંકી બનાવવામાં આવશે જેથી સમગ્ર નગરપાલીકા વિસ્‍તારમાં નિયમીત પાણી વિતરણ કરવામાં આવશે.

ધ્રોલ નગરપાલીકાના મહીલા પ્રમુખ જયશ્રીબેન પરમારએ જણાવ્‍યુ હતુ કે, ગુજરાત સરકારની શહેર વિકાસ મંત્રાલયની લોકઉપયોગી યોજના થકી આ યોજના હેઠળ લોકોના આરોગ્‍યનું ધ્‍યાનમાં રાખીને ધ્રોલ શહેરની જનતાને શુધ્‍ધ ફીલ્‍ટર પ્‍લાનથી પાણી વિતરણ કરવામાં આવશે અને આ યોજના હેઠળ ૮.૮૭ કરોડના કામો માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે ખાનગી એજન્‍સી દ્વારા કામો નકકી થયા બાદ સત્‍વરે ધ્રોલ શહેરને આ યોજના હેઠળ નીયમીત શુધ્‍ધ પાણી ઘર ઘર શુધ્‍ધી પહોંચાડવાનું દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું સપનુ શાકર થશે અને આ ડબલ એન્‍જીનની સરકારમાં આ શકય બન્‍યુ હોય તેવું તેમણે જણાવ્‍યુ હતુ.

આમ ધ્રોલ શહેરમાં ‘નલ સે જલ યોજના' હેઠળ ધ્રોલ શહેરની ૫૦ હજારની જનતાને લાભ મળશે અને નવો વિસ્‍તાર પણ આવરી લેવામાં આવશે ત્‍યારે શુધ્‍ધ પીવાના પાણીની યોજનાના ટેન્‍ડર બહાર પાડીને કામો નકકી કરવામાં આવતા ધ્રોલ શહેરની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(11:41 am IST)