Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કેન્સરની બીમારીથી કંટાળીને કલ્યાણપુરના લીંબડીના મહિલાએ જિંદગી ટૂંકાવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૭ : કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા કડવીબેન ખીમાભાઈ કંડોરીયા નામના આહીર મહિલા છેલ્લા નવેક વર્ષથી ગળાના કેન્સરની બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને થોડા સમય પૂર્વે તેમણે પોતાના હાથે ખડમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ રામશીભાઈ ખીમાભાઈ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર દેપતિ ઇજાગ્રસ્ત

ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર આહિર કન્યા છાત્રાલય નજીકના હાઈ-વે માર્ગ પર જી.જે. ૧૦ સી.જી. ૭૪૬૦ નંબરના ફોર વ્હીલર વાહનના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા અરજણભાઈ વરવાભાઈ ડાંગર તથા તેમના ધર્મપત્ની વેજીબેન સાથેના મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા બાઈક પર જઈ રહેલા અરજણભાઈ તથા વેજીબેન ફંગોળાઈ ગયા હતા.

આ અકસ્માતમાં અરજણભાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ તથા વેજીબેનને પણ મૂઢ ઈજાઓ થયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે નારણભાઈ અરજણભાઈ ડાંગર (ઉ.વ. ૨૩, રહે. બજરંગ રેસીડેન્સી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે

(1:09 pm IST)