Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જસદણમાં રૂા.૧૭.૩૩ લાખની ચોરી

બેંક ઓફ બરોડાના એટીએમનું કેશ બોકસ ખોલીને તસ્‍કરો મતા ઉઠાવીને નાસી છુટયાઃ સીસીટીવી ફુટેજને આધારે શોધખોળ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૭: જસદણમાં ગત રાત્રીના એટીએમમાંથી  ૧૭.૩૩ લાખની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જસદણના ખાનપર-ગીતાનગર રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં તસ્‍કરો ખાબકયા હતા અને કેશ બોકસ ખોલીને રૂા.૧૭.૩૩ લાખની મતા ઉઠાવીને નાસી છુટયા હતા. ચીફ મેનેજરની ફરીયાદના આધારે પોલીસે તસ્‍કરોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.D

(1:22 pm IST)