Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જામનગરમાં સમાધાન કરવા બોલાવી માર માર્યો હોવાની બે મહિલા સહિત ચાર સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં સાધના કોલોની, બીજા ગેઈટ બ્લોક નં.–૩૧માં રહેતા નીતાબેન નાથાભાઈ પ્રાગજીભાઈ વાઘાણી, ઉ.વ.રર એ સીટી એ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી નીતાબેનના ભાણેજ પુજાબેન ના પ્રેમ લગ્ન આરોપી આશીષભાઈ મનસુખભાઈ હરીયાણી સાથે થયેલ હોય તથા આરોપી દિપાલીબેન મનસુખભાઈ હરીયાણી ના લગ્ન સાહેદ આકાશભાઈ ધોકાઈ સાથે થયેલ હોય જે બંન્ને છુટા થઈ ગયેલ હોયજે બાબતે આરોપી આશીષભાઈ તથા આરોપી દિપાલીબેન એ સમાધાન કરવા પટેલ કોલોની જડેશ્વર એપાર્ટમેન્ટ પાસે ફરીયાદી નીતાબેન તથા પુજાબેન તથા સાહેદ આકાશભાઈને બોલાવેલ હોય જેથી આ ફરીયાદી નીતાબેન તથા પુજાબેન તથા સાહેદ આકાશ મોટરસાયકલ લઈ આવેલ આરોપીઓ આશીષભાઈ, મનસુખભાઈ હરીયાણી, મીનાબેન મનસુખભાઈ હરીયાણી, દિપાલીબેન મનસુખભાઈ હરીયાણી એક સંપ કરી હાથમાં લાકડી લઈ આવી ફરીયાદી નીતાબેન તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપી તથા આરોપી આશીષભાઈએ ફરીયાદી નીતાબેનને માથામા તથા પગમા લાકડી મારતા માથમા દશ ટાકા તથા પગમાં બે ટાકા તથા આરોપી મનસુખભાઈએ આકાશને માથામા લાકડી મારી મુંઢ ઈજા કરી તથા આરોપી મીનાબેન તથા દિપાલીબેન એ સાહેદ પુજાબેનને લાકડીથી માર મારી ડાબા હાથમા તથા જમણા પગમાં મુંઢ ઈજા કરી આરોપી આશીષભાઈએ સાહેદ પુજાબેનનું એકટીવા મોટરસાયકલ તોડી નુકશાન કરી ફરીયાદી નીતાબેન તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દિ.પ્લોટ–૬૪માં દારૃના સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. શૈલેષભાઈ કાંતીભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ–૬૪, શીવશકિત બેકરીની બાજુમાં આરોપી ભરત ટેકચંદ રામનાણી એ પોતાની રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ–૪૦, કિંમત રૃ.ર૬,૮૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૃની ૧ર બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ઈન્દીરા સોસાયટી શેરી નં.–૯, વસંતકુટીર આરોપી વિશાલ ઉર્ફે હિતેશભાઈ સોલંકીએ પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ–૧ર, કિંમત રૃ.૬૦૦૦/– ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિશાલ ઉર્ફે હિતેશભાઈ સોલંકી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખીરી ગામ પાસે દારૃની બોટલ સાથે ઝડપાયો

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા એ ફરીયાદ નોધાવી છે કે, ખીરી રામપર રોડ કોલસાની ફેકટરી સામે રોડ ઉપર આરોપી દિનેશભાઈ મોતીભાઈ મકવાણા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ–૧, કિંમત રૃ.પ૦૦/– તથા મોટરસાયકલ કિંમત રૃ.૧પ,૦૦૦/– મળી કુલ રૃ.૧પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિપુલભાઈ જગદીશભાઈ સોનાગરા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર– સાયોનાશેરી પીઠડ પ્રોવીઝન સ્ટોરની સામેની ગલીમાં આરોપી રંજનકુમાર રામબોધ રાય, સુભાષ પ્રભુનાથ રામ, નંદકિશોર પ્રભુનાથ રામ, મંજય વિપત રામ એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૃ.૧૦૪પ૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શેઠવડાળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, રામેશભાઈ ભાનજીભાઈ વિરમગામા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, લખમણભાઈ નાનજીભાઈ આરઠીયા, વિપુલભાઈ ચંદુભાઈ પરમાર એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૃ.૧ર૪૦/– ના મુદામાલ  મળી કુલ રૃ.૧૪ર૦/–સાથે ઝડપાઈ ગયેલ છે.

કેસ પાછો ખેચી લેવા ધાકધમકી આપી માર માર્યો

અહીં વસંત વાટીકા શેરી નં.૮, મકાન નં.૧ર/૧ રણજીતસાગર રોડ પર રહેતા રાજેન્દ્રભાઈ હેમરાજભાઈ બરછાએ  સીટી એ પોલીસસ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી રાજેન્દ્રભાઈના દિકરાને આરોપી મીલન શશીકાંત હંજડા  સામે અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હોય જે કેસ પાછો ખેચી લેવા આરોપીઓ મીલન શશીકાત હંજડા તથા ત્રણ અજાણ્યા ઈસમોએ ફરીયાદી રાજેન્દ્રભાઈના ઘરે જઈ ગાળો દઈ લાકડાના ધોકા વડે ફરીયાદી રાજેન્દ્રભાઈને શરીરે આડેધડ ઘા કરી મુંઢ ઈજા કરી શરીરે વાંસાના ભાગે મણકામા ફેકચરની ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફોરવ્હીલ પાછળ બાઈક ઘુસી જતાં ચાલકનું મૃત્યું

કાલાવડ તાલુકાના રણુજા રોડ અક્ષર સ્પીનસ્ટેક લીમીટેડ કંપનીમાં રહેતા અરૃણકુમારસિંહ કલુસિંહ ઠાકુર, ઉ.વ.ર૭ એ  કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૯–ર૦રરના ફરીયાદી અરૃણકુમારસિંહ તેના મીત્ર ઉપેન્દ્રકુમાર દિનેશપ્રતાપ વાળાએ મોટરસાયકલ એકસેસ જેના રજી.નં.જી.જે.–૦૩–એફ–એચ–પ૧૯૯ નું લઈ અક્ષર સ્પીનસ્ટેક લીમીટેડ કંપની થી રણુજા જતા હોય મોટરસાયકલ એકસેસ નં. જી.જે.૦૩–એફ એચ–પ૧૯૯ નું બેફીકરાઈથી ચલાવી એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં રોડની સાઈડમાં ઉભેલી ફોરવ્હીલ ગાડીના પાછળના ભાગે ભટકાતા તેને શરીરે નાની મોટી તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતા મરણ થયેલ છે.

(1:14 pm IST)