Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

આજે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં, સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન શિબિરમાં કલેકટર કચેરી ખાતે પડતર પ્રશ્નો તેમજ જમીન રિસર્વેના પ્રશ્નો બાબતે બેઠક યોજશે : કાલે વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજરી આપશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : જામનગર તા.૧૬ સપ્ટેમ્બર રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા.૧૭ અને તા.૧૮ સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. આવતીકાલે મંત્રી શ્રી સવારે ૧૦ કલાકે ટાઉનહોલ ખાતે આયોજિત વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે હરિયા કોલેજ ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન શિબિરમાં હાજરી આપશે. ૨.૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે. ત્યારબાદ મંત્રી શ્રી ૪.૦૦ કલાકે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૫.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં જમીન રિ સર્વેના પ્રશ્નો બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજશે.

તા.૧૮નાં રોજ બપોરે ૩.૩૦ કલાકે મંત્રી શ્રી રણજીતનગર લેઉઆ પટેલ સમાજ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજરી આપશે.

(1:18 pm IST)