Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

માળીયાહાટીનાના સોની વેપારીને કારીગરનો ૧૦૫ ગ્રામ સોનાનો ચુનો

દાગીના બનાવવા લઇ જઇ રૂા. ૪.૭૫ લાખનું સોનું પરત ન કર્યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭: માળીયાહાટીનાના સોની વેપારીને કારીગર રૂા. ૪.૭૫ લાખના ૧૦૫ ગ્રામ સોનાનો ચુનો ચોપડી અને દુકાન બંધ કરીને નાશી જતા ચકચાર મચી ગઇ છે.
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના ખાતે સોનાના દુકાન ધરાવતા અશ્વિનભાઇ ધીરજલાલ પાલા પાસેથી હાલ વેરાવળ રહેતો મુળ કલકતાનો વતની સદામ શેખ નામનો કારીગર છેલ્લા ૧૦ વર્ષથી સોનાના જુના દાગીના રીપેરીંગ તેમજ નવા દાગીના બનાવવાના કામ માટે સોનુ લઇ જતો હતો. અને પરત આપી જતો હતો.
પરંતુ ગત તા. ૨૯ ઓગષ્‍ટે સદામ અશ્વિનભાઇ પાસેથી રૂા. ૪.૭૫ લાખની કિંમતનું ૧૦૫ ગ્રામ સોનું નવા દાગીના બનાવવાના કામ માટે સોનુ લઇ જતો હતો. પણ દાગીના કે સોનુ પરત કરવાનો બદલે આ કારીગર પોતાની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો.
આથી શુક્રવારે અશ્વિન પાલાએ ફરિયાદ કરતા માળીયા પોલીસે સદામ શેખ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્‍હો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ બી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

 

(1:44 pm IST)