Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વેરાવળ સોમનાથ નગરપાલિકાના કરોડોના નબળા કામ મુદ્‌ે વિજીલન્‍સ ત્રાટકી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭:  સોમનાથ વિસ્‍તારમાં કરોડો રૂપીયાના નબળા કામો થયેલ હોય તેની રજુઆતો થતા વિજીલન્‍સ ની ટીમ ત્રાટકી હતી અને જે જગ્‍યાએ કામો થયેલ હતા ત્‍યાં તપાસ કરી નમુના લીધેલ હતા તેમજ જવાબદારો સામે પણ કામગીરી હાથ ધરેલ હતી જેથી ભારે ફફડાટ વ્‍યાપેલ છે.
વેરાવળ સોમનાથ માં નગરપાલિકા દ્રારા કરોડો રૂપીયા વિકાસ ના કામો માટે વપરાય છે રાજય કેન્‍દ્ર સરકાર દ્રારા નાગરીકોને કોઈ જાતની મુશ્‍કેલી ન પડે તે માટે કામગીરી માટે સુચના આપવામાં આવે છે પણ અનેક જગ્‍યાએ લોટ પાણી અને લાકડા જેવા કામો કરી નાખેલ છે તેની ફરીયાદ નગરપાલિકાના ભાજપ ના પુર્વ ઉપપ્રમુખકીશોરભાઈસામાણી એ કરેલ હતી તેમાં જણાવેલ હતું કે રાત્રી બજાર તેમજ અનેકજગ્‍યાએ ડામર સીમેન્‍ટ પેવર રોડ બનેલ છે ત્‍યાં તદન હલકી કક્ષાનું ગુણવતા વગરનું કામ કરાયેલ છે જેથી રસ્‍તા ટુકા સમયમાં તુટી ગયેલ હોય ખુલ્લેઆમ કરોડો રૂપીયાનો ભષ્‍ટ્રાચાર થયેલ હોય તેમાં સતા સંગઠનના પદાધિકારીઓની સીધી સંડોવણીનો આક્ષેપ કરેલ હોય અને તે મુખ્‍યમંત્રીને પણ રજુઆત કરાયેલ હતી.
આ ફરીયાદને અનુલક્ષીને ભાવનગર રજીન્‍યર કમીશ્‍નર ની ટીમ ત્રાટકી હતી તેને જયાં પણ ખુલ્લેઆમ ભષ્‍ટ્રાચાર થયેલ છે તે વિસ્‍તારમાં જે વસ્‍તુ વપરાયેલ છે ત્‍યાંથી નમુના લીધેલ છે જવાબદાર અધિકારીઓએ સાથે વાતચીત કરી કડક સુચના આપેલ છે આ કામગીરી થતા નગરપાલિકાના એન્‍જીનીયરો, કોન્‍ટ્રાકટરોમાં ભારે ફફડાટ ફેલાયેલ છે.
ચીફ ઓફીસરે જણાવેલ હતું કે વીજીલન્‍સ ટીમ આવી હતી તેને જયાં જયાં ફરીયાદો છે ત્‍યાં ચેકીગ કરેલ હતું નમુના લીધેલ હતા આ પહેલા પણ નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ દ્રારા ફરીયાદ થયેલ હતી તેનો નિકાલ કરવનો પ્રયત્‍ન કરેલ હતો જયાં પણ નબળી કામગીરી થયેલ હોય ત્‍યાં નવી કામગીરી કરવાના આદેશો અપાયેલ હતા જે કોન્‍ટ્રાકટરોને નોટીસો પણ અપાયેલ છે.
વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ કામગીરી ચાલતી હોય તેમાં કરોડો રૂપીયાનો ભ્રષ્‍ટ્રાચારના ખુલ્લેઆમ આક્ષેપ થયેલ હોય ભાજપના પદાધિકારીઓ દ્રારા આક્ષેપો ને ઉજાગર કરેલ હોય ત્‍યારે કોંગ્રેસ અપક્ષ નગરસેવકોનું ભૈદી મૌન નગરજનોમાં તર્કવિતર્ક થઈ રહેલ છે.

 

(1:44 pm IST)