Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વિસાવદરના કાર્યવાહક મામલતદાર સાગઠીયાને રેગ્‍યુલર મામલતદાર તરીકે ફરજ સોંપવા અનુસુચિત જાતિ એકતા મંચની લાગણી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: વિસાવદરમા ઈન્‍ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી સાગઠીયાને રેગ્‍યુલર મામલતદાર તરીકે ફરજ સોંપવા અનુસુચિત જાતિ  એકતા મંચના આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળી લેખીત-મૌખિક રજુઆત કર્યાનુ યુવા અગ્રણી શ્રી કિશોર સાગઠીયાએ જણાવ્‍યુ છે.
સ્‍લોગન સ્‍પર્ધા-ભાષાંતર સ્‍પર્ધા યોજાઇ
રાષ્‍ટ્રભાષા હિન્‍દી ના પ્રચાર -પ્રસાર સંદર્ભે હિન્‍દી દિવસની ઉજવણી શૈક્ષણિક સંકુલ-માંડાવડ ખાતે કરવામાં આવી હતી જેમાં ધો.૭ અને ૮ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સ્‍લોગન સ્‍પર્ધા અને માતળભાષામાંથી રાષ્‍ટ્રભાષામાં રૂપાંતર કરવાના લેખનકાર્ય જેવી સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.વિધાર્થીઓએ હિન્‍દી દિવસ વિશેના વકતવ્‍યો તથા હિન્‍દી કવિતાની સુંદર રજૂઆત કરી હતી.નિયામક મણીલાલ ભેંસાણીયાના માગર્દર્શન સાથે શાળાની શિક્ષિકા બહેનો પ્રજ્ઞા કઠેસિયા, પિનલ દુધાત્રા તથા અન્‍ય બહેનોના વિધાર્થીઓ સાથેના સંકલનથી કાર્યક્રમને સફળ બનાવાયો હતો.કાર્યક્રમની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયા તથા આચાર્ય પ્રફૂલ વાડદોરીયાએ અભિનંદન આપ્‍યા હતા.
વિસાવદર  લાયન્‍સ કલબ દ્વારા હિન્‍દી દિવસૅ ઉજવાયો
વિસાવદર  લાયન્‍સ કલબ વિસાવદર  પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ  ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ નાં આર્થિક સહયોગથી વિસાવદર પે સેન્‍ટર કન્‍યા શાળા ખાતે હિન્‍દી ભાષા દિવસ ઉજવાયો હતો. જે અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ ૅહિન્‍દી ભાષા દિવસૅ અંતર્ગત આયોજીત નિબંધ લેખન સ્‍પર્ધા માં ભાગ લીધેલ જેમાં પ્રથમ, દ્વિતિય તેમજ તળતીય નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીનીઓ ને પ્રમાણપત્રો, પુરસ્‍કાર, લાયન્‍સ કલબ વિસાવદરના સિમ્‍બોલ વાળી કપડાંની બેગ, પાઉચ વિગેરે અર્પણ કરવામાં આવેલ તેમજ શાળાની તમામ વિદ્યાર્થીનીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યા રૂખશાનાબેન બ્‍લોચ,સીઆરસી કોઁઓર્ડીનેટર ખુદાબક્ષભાઈ બલોચ, વિજયભાઈ વેકરીયા, સોનલબેન વરૂ, બાબુભાઈ સાયરિયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
જળ એજ જીવનૅ વિષય પર સ્‍પર્ધા યોજાઇ
વિસાવદર  લાયન્‍સ કલબ દ્વારા  પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી રાવણી (કુબા) પ્રાથમિક શાળા ખાતે       ૅજળ એજ જીવનૅ વિષય ઉપર નિબંધ લેખન સ્‍પર્ધા યોજાયેલ. જેમાં શાળાના ધોરણ ૫ થી ૮ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં દરેક સ્‍પર્ધકે પોતપોતાની કલ્‍પના શક્‍તિ તેમજ પ્રતિભાનાં દર્શન કરાવેલ સ્‍પર્ધા સંપન્ન થયાં બાદ લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રથમ, દ્વિતિય તેમજ તળતીય નંબર મેળવનાર દરેકને પ્રમાણપત્રો, પ્રોત્‍સાહિત ઇનામો, લાયન્‍સ સિમ્‍બોલ વાળી બેગ, પાઉચ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ શાળા નાં દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ.કાર્યક્રમમા શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયા, ઉમેશભાઈ રીબડીયા, નીલેશભાઈ ચાવડા, ભાવેશભાઈ ટાટમિયા, હેતલબેન ડાભી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
એન્‍જિનિયર દિવસ ઉજવાયો
વિસાવદર : તાજેતરમા લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ  ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી વિસાવદર તાલુકાના  કુબા પ્રાથમિક શાળા ખાતે એન્‍જિનિયર દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત શાળાના  શિક્ષિકાબહેનો દ્વારા વાર્તાલાપ તેમજ સંવાદ શિબિર યોજવામાં આવેલ તેમજ શાળાનાં વિદ્યાર્થીઓને એન્‍જિનિયર દિવસ ઉજવણી અંતર્ગત માર્ગદર્શન તેમજ હેતુ વિશે પૂરક માર્ગદર્શન આપવામાં આવેલ આ પ્રસંગે શાળાને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.
લોકશાહી દિવસની ઉજવણી
વિસાવદર  લાયન્‍સ કલબ દ્વારા પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ  ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ નાં આર્થિક સહયોગથી વિસાવદર તાલુકાના ઢેબર પ્રાથમિક શાળા ખાતે લોકશાહી દિવસની ઉજવણી અંતર્ગત વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, લાયન્‍સ કલબ વિસાવદર ના સિમ્‍બોલ વાળી કપડાંની બેગ, પાઉચ અર્પણ કરવામાં આવેલ તેમજ શાળા નાં દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ઢેબર પ્રાથમિક શાળા પરિવાર ખાસ ઉપસ્‍થિત રહ્યો હતો.
વિસાવદર તાલુકા શિક્ષણ શિબિર યોજાઈ
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે  કાનૂની શિક્ષણ શિબિર યોજાયેલ જેમાં પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રા દ્વારા પોકસો કલમ વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવેલ બાદમાં મફત કાનૂની સહાય કોને કોને મળે તેની પત્રિકા નું વિતરણ કરેલ હતું.

 

(1:43 pm IST)