Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

શ્રી ઘેલા સોમનાથ મંદિરે ધરણામાં ઉપસ્થિત ન રહેવા કોળી સમાજ અને ઇતર સમાજના આગેવાનો દ્વારા અપીલ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૭: સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની નિમણુંકને રાજકીય રંગ લાગી ગયો છે. આગામી  દિવસોમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ દ્વારા આ મુદ્દે ધરણા કરવાની જાહેરાત કરતા કોળી સમાજના અને બીજા ઇતર સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં ન ઉપસ્થિત રહેવા સોશ્યલ મીડીયામાં અપીલ કરી છે.

તાજેતરમાં રાજય સરકાર દ્વારા શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી તેની સામે પુર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ દ્વારા રાજય સરકારમાં રજુઆત કરી કોળી સમાજનો અને બીજા સમાજનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવા માંગ કરી હતી.

ઍ વખતે રાજય સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે દરેક સમાજના લોકોનો સમાવેશ કરીશું.

ત્યાર બાદ વર્તમાન ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળી આ અંગે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે પણ મુખ્યમંત્રીઍ યોગ્ય કરવાની બાંહેધરી આપી હતી.

આમ છતા ચુંટણીઓ નજીક આવતી હોય મતોનું રાજકારણ અંકે કરવા ભોળાભાઇ આ પ્રશ્ને ધરણા કરી રહયા છે.

આ પ્રશ્ને જસદણ તાલુકાના કોળી સમાજના અને બીજા સમાજના આગેવાનો જેમાં કડવા ભાઇ જાગરાજીયા, કાળુભાઇ તલાવડીયા, હિરેનભાઇ સાકરીયા, વિક્રમગીરીબાપુ ગોસાઇ, કલ્પેશભાઇ વાવડીયા, હિતેન્દ્રભાઇ શુકલ, વનરાજભાઇ ખીંટ, નિમેશભાઇ શુકલ, દુર્ગેશભાઇ કુબાવત, જયુભાઇ બોરીચા, નિલેશભાઇ કુબાવત, મુકેશભાઇ મેર, સતીષ મહારાજ, દીપુભાઇ ગીડા અને બાલુપરી ગૌસ્વામીઍ ઍક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે કોîગ્રેસના આગેવાનો દ્વારા સોમવારે ઘેલા સોમનાથ ખાતે ધરણામાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે ત્યારે કોîગ્રેસના અમુક આગેવાનો સમાજને ગેરમાર્ગે દોરવા, સમાજ વચ્ચે વિગ્રહ ઉભો કરવાના પ્રયાસો કરી રહયા છે.

મંદિરમાં ટ્રસ્ટમાં તમામ સમાજનાં આગેવાનોને નિમણુંક આપવાની મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીઍ ખાત્રી છે ત્યારે આ અંગે ફેલાવાતા વિવાદોમાં કોઇઍ આવવુ નહી અને આવી ભ્રામક વાતોમાં કોઇઍ ભરમાવુ નહી તેવી અપીલ કરી છે.

(1:49 pm IST)