Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ ઓડિશાના ભદ્રક પાસે પાટા પરથી ઉતરી

હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ ભદ્રક સ્ટેશન યાર્ડ પાસે બળદને અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ : તમામ મુસાફરો સુરક્ષિત

હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ શનિવારે અકસ્માતનો ભોગ બની હતી. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, આ ટ્રેન ઓડિશાના ભદ્રક પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઆર) અધિકારીએ જણાવ્યું હતું કે હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસની ગાર્ડ-કમ-લગેજ વાન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, પેસેન્જરનો બાકીનો ડબ્બો પાટા પરથી ઉતરતા બચી ગયો હતો. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. ઓડિશા: હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ ભદ્રક સ્ટેશન યાર્ડ પાસે બળદને અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી.

સમાચાર એજન્સીએમપોતાના અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિવિઝનલ રેલવે મેનેજર ખુર્દા રોડ અન્ય અધિકારીઓ સાથે સ્થળ પર રાહત અને સમારકામ માટે રવાના થઈ ગયા હતા. સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. તે જ સમયે, ANIના અહેવાલ મુજબ, જ્યારે હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ ભદ્રક સ્ટેશન યાર્ડ પાસે પહોંચી ત્યારે એક બળદ તેની લપેટમાં આવી ગયો. બળદને ટક્કર માર્યા બાદ ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી

(12:00 am IST)