Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગીર સોમનાથના કોડીનાર ખાતે થશે ૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુચારૂ આયોજન અંગે યોજાઈ બેઠક :પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બિલેશ્વર ખાંડ ઉદ્યોગના મેદાનમાં થશે ભવ્ય ઉજવણી

પ્રભાસ પાટણ : ગીર સોમનાથમાં ૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કોડીનાર ખાતે થશે.જેના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી લિ.ના મેદાનમાં થશે. જેમાં પરેડ સહિત વિવિધ વિભાગના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના આયોજન અને રૂપરેખા અંગે અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાએ વીજ પુરવઠો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર ફાઈટર વગેરે જેવી સુવિધાઓને અનુલક્ષી સંબંધિત વિભાગના અધિકારીઓને માહિતગાર કરી માર્ગદર્શિત કરાયા હતાં.

આ બેઠકમાં પ્રાંત અધિકારી જે.એમ.રાવલ, નાયબ કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવીબહેન બારૈયા, કાર્યપાલક ઈજનેર (સ્ટેટ) એસ.ડી.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.રોય, જિલ્લા શિક્ષણ અધિકારી આર.એ.ડોડિયા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

(11:02 pm IST)