Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઓખામાં બજરંગ દળ દ્વારા હિન્‍દુ સમાજના ઘરે ઘરે ભગવા ધ્‍વજનું વિતરણ

ઓખા : બજરંગ દળ દ્વારા ઓખા શહેરમાં હિન્‍દુ સમાજના ઘરે ઘરે જઇ ભગવા ધ્‍વજનું વિતરણ કરવામાં આવેલ. ઓખા શહેરના બજરંગદળના ભાઇઓ તથા ઓખા શહેર હિન્‍દુ સમાજના ભાઇઓએ સાથ સહકાર આપી અને બજરંગદળના કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવેલ. તેમાં ઓખાના અલગ અલગ વિસ્‍તારમાં દરેક હિન્‍દુ સમાજના ઘરે ઘરે જઇને ઘર દીઠ એક એક ભગવા ધ્‍વજનું વિતરણ કરવામાં આવેલ. આશરે ૩૦ જેટલા ભગવા ધ્‍વજ વિતરણ કરેલ (તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા)

(10:27 am IST)