Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જૂનાગઢ ડો. સુભાષ યુનિવર્સિટીમાં સ્‍કુલ ઓફ સાયન્‍સ દ્વારા બથેશ્વર ખાતે પ્રકળતિ શિક્ષણ શિબિર યોજાઈ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૧૮: ડો. સુભાષ યુનિવર્સીટી ના સ્‍કુલ ઓફ સાયન્‍સ શાખા ના બી.એસ.સી. તથા એમ. એસ.સી. ઝૂ લોજી માં અભ્‍યાસ કરતા ૩૫ થી વધુ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા બથેશ્વર જામવાળા-ગીર ખાતે  ત્રણ દિવસ પ્રકળતિ શિક્ષણ શિબિર માં ભાગ લીધો હતો, આ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ  પ્રથમ દિવસે સનસેટ પોઇન્‍ટ ની મુલાકાત લીધી હતી અને ત્‍યાં જઈ ને વિદ્યાર્થીઓ એ વિવિધ  પ્રકારની  પ્રવળતિઓ થકી ગીર ને તથા ત્‍યાંની આબોહવા ને તથા ત્‍યાં રહેતા વિવિધ  પ્રકાર ના  પ્રાણીઓ તથા પક્ષીઓ ને ઓળખવાના  પ્રયાશ કર્યાં હતા. ત્‍યાર બાદ બીજા દિવસે વહેલી સવારે વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં અલગ અલગ ટ્રેકિંગમાં લઇ જવામાં આવ્‍યા હતા. જેમાં એક ગ્રુપને શિંગોડા ડેમ સાઈટ તેમજ બીજા ગ્રુપ ને બકરીયાળા ટ્રેક માં લઇ જવામાં આવ્‍યા હતા, જેમાં  પ્રશિક્ષક તારીખે નિવળત શિક્ષક અરવિંદભાઈ સોંદરવા,   ભૌતિકભાઈ દુધાત્રા તેમજ નમ્રતાબેન જાડેજા તથા ગીર વનવિભાગના કર્મચારીઓ એ વિદ્યાર્થીઓને ગીર અને ગીરમાં વસતા  પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વિવિધ પ્રકારની વનસ્‍પતિઓ તથા તેમના રહેઠાણ અને આબોહવા વિશે વિસ્‍તળતમાં માહિતી આપી હતી. ત્‍યારબાદ બપોરે ટ્રેક પુરા કરી ને વિદ્યાર્થીઓએ વનભોજનનો આનંદ લીધો હતો, ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓ  દ્વારા નદીમાં નાહવાનો ભરપૂર આનંદ લીધો હતો, ત્‍યાર બાદ ફરીવાર બપોર બાદ વિદ્યાર્થીઓને ગ્રુપ ના ટ્રેકિંગ માં લઇ જવામાં આવ્‍યા હતા.

 સાંજે ટ્રેકિંગ પૂરૂ કરીને આવ્‍યા બાદ વિદ્યાર્થીઓએ  કેમ્‍પ ફાયર નો આનંદ લીધો હતો, કેમ્‍પ ફાયર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે જામવાળા ગીરના આર. એફ. ઓ.    અશોક અમીન તથા આર. એફ. ઓ.   પરમારભાઇ, માળીયા હાટીનાના આર. એફ. ઓ. ચૌધરી  તેમજ  પ્રશિક્ષકો, વનવિભાગના કર્મચારીઓ તથા લાઈફ સાયન્‍સ ભવનના વડા  પ્રદીપ કાછીયા અને સ્‍ટાફ ની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓ એ દિવસ દરમિયાન નિહાળેલી અને અનુભવેલી ગીર સાથેની યાદોની ચર્ચા કરી હતી, આ સાથે આર. એફ. ઓ.  અશોક અમીન સાહેબ એ પોતાના દ્વારા રચાયેલી   પ્રકળતિના સંરક્ષણ તેમજ  પ્રાણીઓની વેદના રજુ કરતી કવિતાઓ રજૂકરી હતી, સાથે  પ્રશિક્ષક અરવિંદભાઈ સોંદરવાએ ગીરની જૂની યાદોને તાજી કરતા કાવ્‍યો, વાર્તાઓ તેમજ દુહા છંદ અને    ભૌતિકભાઈ દુધાત્રા દ્વારા વિવિધ  પ્રકારની ગેમ રમાડીને વિદ્યાર્થીઓ ને ગીર નો આ  પ્રકળતિ શિક્ષણ શિબિર કેમ્‍પ તેમજ કેમ્‍પ ફાયરને  યાદગાર બનાવ્‍યો હતો, ત્રીજા દિવસે વહેલી સવારે  વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર અને ગીર ની માહિતી આપતા કેમ્‍પ ની પુર્ણાહુતી કરી હતી.

સ્‍કૂલ ઓફ સાયન્‍સની આ કામગીરીને સંસ્‍થાના ટ્રષ્ટી રાજભાઈ ચાવડા તેમજ યુનિવર્સીટી ના  પ્રો-વોસ્‍ટ શ્રી ડૉ.  દિપક પટેલ  તેમજ સ્‍કૂલ ઓફ સાયન્‍સ ના ડીન ડો. દર્શન જાની એ બિરદાવી હતી.

(10:29 am IST)