Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ધોરાજી : અમદાવાદના ઔદિચ્‍ય ગઢિયા બ્રહ્મસમાજનું ૨૨મીએ મેગામિલન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૮ :  સમસ્‍ત ઔદિચ્‍ય ગઢિયા બ્રહ્મસમાજના અમદાવાદ એકમના ઉપક્રમે તા. ૨૨મી જાન્‍યુઆરી રવિવારે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય ઓડિટોરિયમ ખાતે બપોરના ૩.૩૦ કલાકે જ્ઞાતિજનોનું ‘મહામિલન' આયોજિત થયું છે. આ મહામિલન સમારોહની વિશેષતા છે કે, માત્ર અમદાવાદ-ગાંધીનગર જ નહીં પરંતુ ગુજરાતભરના નગર-મહાનગરોમાં વસતા ઔદિચ્‍ય ગઢિયા બ્રાહ્મણોના પ્રતિનિધિઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાના છે તેમ અમદાવાદના પ્રમુખ શૈલેષભાઈ મનુભાઈ જોષીએ જણાવ્‍યું છે.

આયોજનની રૂપરેખા આપતા અમદાવાદના એકમના મંત્રી અને સમગ્ર સમારોહની વ્‍યવસ્‍થાપન સમિતિના વડા  ચેતનભાઈ વ્‍યાસે ખાસ જણાવ્‍યું છે કે, ઔદિચ્‍ય ગઢિયા જ્ઞાતિના ‘રત્‍નો' સમાન મહાનુભાવોનું પણ આ સમારોહમાં સન્‍માન થવાનું છે.

વિવિધ નગરોના ‘ઓદિચ્‍ય ગઢિયા જ્ઞાતિજનો'ના સન્‍માન ઉપરાંત જ્ઞાતિ તરફથી અમદાવાદના KG થી PG સુધીના તેજસ્‍વી વિદ્યાર્થીઓને પણ પુરસ્‍કાર અપાનાર છે. જામનગરના સ્‍વ, દિનેશભાઈ મહેતા પરિવાર તરફથી અપાતા આ પુરસ્‍કાર લગભગ ૯૦થી વધુ વિદ્યાર્થીઓને અપાશે.

આ ઉપરાંત વિદ્યોતેર પ્રવળત્તિ માટે પણ વિદ્યાર્થીઓને પુરસ્‍કાર અપાશે તેમ આયોજકોએ જણાવ્‍યું છે. સમારોહ દરમિયાન યજ્ઞ શાન મસ્‍તાની' નામક ટેલેન્‍ટ શો પણ આયોજિત કરાયો છે. જેમાં જ્ઞાતિજનો પોતાની સાંસ્‍કળતિક, કલા, ગીત-સંગીત-મીમીક્રી સહિતનું કૌશલ્‍ય પ્રદર્શિત કરશે.

(10:32 am IST)