Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જૂનાગઢના વૃધ્‍ધાશ્રમમાં ખીચદાણા ફૂડ પેકેટ વિતરણ

 જૂનાગઢ : માનવ સેવા એજ પ્રભુ સત્રને સાર્થક કરતી ટીમ માનવ અધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠનની ટીમ દ્વારા નિલેષ જોશી, દીપકભાઈ, વિશાલભાઈ અને પાર્થભાઈ પંડ્‍યાના માર્ગદર્શન મુજબ ઉતરાયણ પર્વ નિમિતે લોકો દ્વારા કઈક અનોખું આયોજન કરવામાં આવેલ હતું. નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ વળદ્ધાશ્રમમાં ખીચદાણા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું અને ત્‍યાર બાદ તમામ ગ્રુપના લોકો દ્વારા ભજન અને હનુમાન ચાલીસા તેમજ સુંદર કાંડના પાઠ કરી મકરસંક્રાંતિ જેવા મહામુલા તહેવારની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ પણ હાજરી આપી હતી અને ખુબજ ધામ ધૂમ પૂર્વક  તહેવારની ઉજવણી કરી તહેવાર નો આનંદ માણ્‍યો હતો. જેમાં મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ, મહિલા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા, કુજનબેન સોલંકી, દક્ષાબેન કવા, મધુબેન સહભાગી બન્‍યા હતા અને કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:33 am IST)