Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કચ્‍છના ચુનડી ગામે પતિના હાથે પત્‍નીની હત્‍યાઃ કામધંધો કરવાનું કહેતા પતિએ પત્‍નિનો જીવ લીધો

બે સંતાનોએ માતાનો મમતાભાર્યો પાલવ ગુમાવ્‍યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  કચ્‍છમાં ભુજ તા.ના ચુનડી ગામે બેરોજગાર પતિને કામ કરવાનું કહેનાર પત્‍નીનો પતિએ જીવ લીધો હતો. ૧૪ અને ૧૦ વર્ષના બે સંતાનો ધરાવતા મહિપતસિંહ ભીમજી સોઢા કંઈ કામ ધંધો કરતા ન હોઈ તેમને તેમના પત્‍ની ચેતનાબાએ ટોકી કામધંધો કરવા ટકોર કરી હતી. દરમ્‍યાન પત્‍નીનો ઠપકો સહન ન થતાં ઉશ્‍કેરાયેલા મહિપતસિંહ સોઢાએ પત્‍ની ચેતનાબાને માથા અને કપાળના ભાગે લાકડાના ધોકા વડે લમધારતા ગંભીર ઈજાઓને પગલે પત્‍નીનું મોત નિપજયું હતું.

આરોપીના ભાઈએ આ અંગે મૃતક ભાભીના ભાઈને જાણ કરતા તેમણે હોસ્‍પિટલમાં ખસેડતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકુવા પોલીસે મૃતક ચેતનાબાના ભાઈની ફરિયાદ નોધી હત્‍યારા આરોપી પતિની ધરપકડ કરી છે. દરમ્‍યાન દીકરા અને દીકરી એમ બે સંતાનોએ માતાનો મમતાભર્યો પાલવ ગુમાવ્‍યો છે. 

(2:25 pm IST)