Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ધ્રાંગધ્રામાં વ્‍યાજખોરીના અલગ અલગ ગુન્‍હાઓમાં આઠ આરોપીની ધરપકડ

ધ્રાંગધ્રા સીટી પોલીસે ધ્રાંગધ્રા શહેરમાં આઠ વ્‍યાજખોરીના અલગ-અલગ ગુન્‍હાઓમાં એફઆઇઆર દાખલ કરી તાત્‍કાલિક આરોપીઓને પકડી પાડયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ : સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત માર્ગદર્શનથી વ્‍યાજખોરીના ભોગબનનાર આત્‍મ હત્‍યા કરવાના કીસ્‍સાઓ બનવા પામેલ છે. આવા બનાવો અટકાવવા ડ્રાઇવ ચાલુ હોય અને જીલ્લા માથી વ્‍યાજખોરી અટકાવવા માટે આરોપીઓને તાત્‍કાલીક પકડવા અંગે સુચના આપેલ હોય જે સુચના આધારે ધ્રાંગધ્રા પોલીસ અધીક્ષક જે.ડી .પુરોહીત ના સુચના મુજબ ધ્રાંગધ્રા સીટી ઇન્‍ચાર્જ પી, આઈ આર.એમ.સરોદેના માર્ગદર્શન મુજબ ધ્રાંગધ્રા સીટી P.S.I કે.ડી.જાડેજા અને P.S.I એમ.એ.સૈયદ,કોન્‍સ યુવરાજસિંહ સોંલકી,મહાવિરસિંહ રાઠોડ,અશોકભાઇ શેખાવા સહિત ધ્રાંગધ્રા શહેરમાં વ્‍યાજખોરો સામે ડ્રાઇવ શરૂ કરી છે તીયારે કડક પગલાંઓ સાથે આરોપી ઓ

(૧) પ્રમોદ ભાઇલાલ ઝાલા, રહે,રંગીલા હનુમાન પાસે (૨) રયેશ ભાઇલાલ ઝાલા,ᅠ રહે, રંગીલા હનુમાન પાસે (૩) પ્રદીપ રામાભાઈ સિંધી રહે,તળાવ શેરી (૪) અલ્‍તાફ અનવર મલેક રહે,જોગાસરનાં ઢાળ પાસે (૫) નટવર નારાયણ ડોડીયા રહે, ઘાટ દરવાજા પાસે (૬) ગણપત કુંવરજી ચૌહાણ રહે,હળવદ રોડ, (૭) રમેશ લીમ્‍બાભાઈᅠ રહે,હળવદ રોડ, મૂળ : રાજગઢવાળા સહીત આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી લોકઅપનાં હવાલે કરવામાં આવી રહ્યા છે તયારે વ્‍યાજની અલગ અલગ ૮ ફરિયાદોમાં જુદા જુદા વિસ્‍તારના ૭ આરોપીઓ ને પકડી પાડી તેમના વિરૂદ્ધ મની લોન્‍ડરિંગ એકટની સેકશન મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં જે વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ વ્‍યાજખોરીના ગુના દાખલ થયેલ છે જો તે વ્‍યક્‍તિઓ નાણા ધિરધારનું લાઇસન્‍સ કે રજીસ્‍ટ્રેશન ધરાવતા હશે તો તે કેન્‍સલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.

(11:23 am IST)