Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જુનાગઢમાં મારૂ કંસારા પ્રગતિ મંડળ દ્વારા ‘સૂરસંગમ' કાર્યક્રમ સંપન્ન

૪૦ ગાયકોએ ગીતો રેલાવ્‍યા : YPM મ્‍યુઝિક ગ્રુપ દ્વારા ભવ્‍ય આયોજન : મારૂ કંસારા યુવા પ્રગતિ મંડળ- જુનાગઢના સૂરસંગમ કાર્યક્રમના કલાકારોની ઝલક.

જુનાગઢઃ મારૂ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા સંગીતની સારી સ્‍કીલ ડેવલપ થાય એ હેતુથી જ્ઞાતિના સંગીત પ્રેમીઓને ઓનલાઈન માધ્‍યમથી એક મંચ પર લાવવા માટે ૅળ્‍ભ્‍પ્‍ પ્‍શ્‍લ્‍ત્‍ઘ્‍ ઞ્‍ય્‍બ્‍શ્‍ભ્‍ૅ ની રચના કરવામાં આવી હતી જેમાં ધીમે ધીમે કરતા હાલ ૮૫ થી પણ વધુ ગાયક કલાકારો જોડાયેલા છે. ત્‍યારથી અત્‍યાર સુધી આ ગ્રુપમાં નિયમિત રીતે ગ્રુપના સભ્‍યો દ્વારા ગીત સંગીતનો આનંદ માણવાનું ચાલુ છે! આટલા અઢી ત્રણ વર્ષ જેવા સમયમાં સંગીતનું આ ગ્રુપ એક પરિવાર જેવું બની ગયું છે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની ગોદમાં આવેલ પ્રાકળતિક રમણીય સ્‍થળ ૅપ્રેરણા ધામૅ મા આ અભૂતપૂર્વ એવા ૅસૂર સંગમ કાર્યક્રમૅ નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું જેમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાત અને ગુજરાત બહારના અનેક શહેરો માંથી ચાલીશ જેટલા ગાયક કલાકારો અને બહોળી સંખ્‍યામાં જ્ઞાતિ અગ્રણીઓ સહપરિવાર ઉપસ્‍થિત રહ્યા.

સાંજે વિવિધ શહેરો માંથી આવેલા જ્ઞાતિજનો વચ્‍ચે પરિચય ગોષ્ઠિ બાદ સંગીત કાર્યક્રમ માટે કરાઓકે તેમજ લાઇવ મ્‍યુઝિકલ ઓરકેષ્‍ટ્રા ની ગોઠવણી અને થોડા ટ્રાયલ પરફોર્મન્‍સ અપાયા હતા.

રાત્રિના હળવા, શુદ્ધ સાત્‍વિક અને સ્‍વાદિષ્ટ ભોજન પ્રસાદ બાદ ગીત સંગીતના ભવ્‍ય રંગારંગ કાર્યક્રમ ૅસૂર સંગમૅ નો પ્રારંભ કરવામાં આવેલ.

તુષારભાઇ છત્રારા એ ઉપસ્‍થિત સૌનું શબ્‍દ પુષ્‍પથી સ્‍વાગત કર્યા બાદ સંસ્‍થાના પ્રમુખ શ્રી ડૉ. શૈલેશભાઈ બારમેડા એ સંસ્‍થાનો સંક્ષિપ્ત પરિચય આપ્‍યો હતો.

જ્ઞાતિના જ ચાલીશ સુરીલા ગાયક કલાકારો દ્વારા કરાઓકે અથવા લાઇવ મ્‍યુઝિક સાથે એક એક થી ચડિયાતા કુલ આશરે  ૭૦ જેટલા એકલ ગીતો, યુગલ ગીતો, સમૂહ ગીતો સાથે ગુજરાતી લોકગીતોની રમઝટ થકી હાજર રહેલા સૌ જ્ઞાતિજનોને મંત્ર મુગ્‍ધ કરી દીધા હતા!

સંસ્‍થા તરફથી દરેક ગાયક કલાકારો અને જ્ઞાતિ અગ્રણીઓને કુલ ૬૫ જેટલા સ્‍મળતિ ચિન્‍હો અર્પણ કરી સન્‍માનિત કરાયા હતા.  આ તકે જામનગરથી પધારેલ ૅકંસારા સેવા ટ્રસ્‍ટૅ સંસ્‍થાના પ્રમુખ રમેશભાઈ બારમેડા અને અન્‍ય સભ્‍યો દ્વારા એમની સંસ્‍થાની મેડિકલ વિંગ માં જ્ઞાતિજનોને સારવારમાં નિયમિત ઓનલાઇન સેવા આપતા ડૉ. શૈલેશભાઈ બારમેડા તથા ડૉ. દિવ્‍યરાજ બુદ્ધભટ્ટીનું સ્‍મળતિ ચિન્‍હ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

- સંગીત કાર્યક્રમના મઘ્‍યાંતરમાં ચા નાસ્‍તો તથા મોડી રાત્રે જૂનાગઢના પ્રખ્‍યાત કાઠિયાવાડી ૅકાવૉ નો આસ્‍વાદ સૌ એ માણ્‍યો હતો.

સમગ્ર કાર્યક્રમનું ફોટો-વિડીઓ ગ્રાફીક રેર્કોડિંગ મોરબીના ૅદિવ્‍યક્રાંતિ ન્‍યૂઝૅ વાળા વડીલ કિશનભાઇ બુદ્ધભટ્ટી પરિવારના જયદેવભાઈ, મયુરભાઈ તથા રાધેશભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું. - જૂનાગઢના સાહસવીર યુવાન જશરાજ મેવચા દ્વારા ડ્રોન કેમેરા દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.

આ અભૂતપૂર્વ, સર્વાંગ સુંદર કાર્યક્રમના સફળ આયોજન માટે ૅસુર સંગમ કાર્યક્રમૅ ના પ્રમુખ સંયોજક શ્રી ડૉ. શૈલેશભાઈ બારમેડા , સહ સંયોજકો શ્રી ભાવેશભાઈ મેવચા અને શ્રી નિલેશભાઈ મેવચા તથા અસંખ્‍ય કાર્યકરોએ દિવસો સુધી દિવસ રાત એક કરીને ખૂબ જહેમત ઉઠાવી હતી.

ૅસૂર સંગમૅ કાર્યક્રમમાં સ્‍ટેજ પર પોતાની કળતિ રજુ કરનાર જ્ઞાતિના ગાયક કલાકારો માં

ખુશ્‍બુબેન પરમાર- પૂના, જીતેન્‍દ્રભાઈ પરમાર - વલસાડ, નીતાબેન પરમાર - સુરત, આશાબેન પરમાર - સુરત, કિશોરભાઈ બારમેડા - ભૂજ, રવિનભાઈ બારમેડા - નલિયા, કવિતાબેન સોલંકી - આદિપુર, પંકજભાઈ સોલંકી - અમદાવાદ

તથ્‍ય સોલંકી - અમદાવાદ, શૈલેશભાઈ પરમાર - વઢવાણ, પારૂલબેન પરમાર - વઢવાણ, રજત પરમાર - વઢવાણ, સંજયભાઈ પરમાર - સિહોર

સોનલબેન બુધ્‍ધભટ્ટી- જામ ખંભાળીયા, ચેતનભાઈ સોલંકી - જામનગર, ભૂપેન્‍દ્રભાઈ મેવચા - જામનગર, ચેતનભાઈ બુધ્‍ધ - જામનગર, દિપકભાઈ છત્રાળા - જામનગર, ૧૯) રમેશભાઈ છત્રાળા - જામનગર, રમેશભાઈ બારમેડા - જામનગર, બાલમુકુન્‍દભાઈ બુધ્‍ધ - જામનગર, દિપેશભાઈ સોલંકી - જામનગર, શ્રુતિબેન છત્રારા - રાજકોટ, પ્રજ્ઞાબેન સોલંકી - રાજકોટ, ૨૫) અનિલભાઈ ભૂત - રાજકોટ, વડિલ શ્રી મનુભાઈ સોલંકી - વેરાવળ, કન્‍હૈયાભાઈ સોલંકી - વેરાવળ, રસિકભાઈ સોલંકી - વેરાવળ, નેન્‍સીબેન સોલંકી - જેતપુર, ડૉ. શૈલેશભાઈ બારમેડા - જૂનાગઢ, ભાવેશભાઈ મેવચા - જૂનાગઢ, પારૂલબેન બુધ્‍ધ - જૂનાગઢ, પલ્લવીબેન મેવચા - જૂનાગઢ, સ્‍વાતિબેન છત્રારા - જૂનાગઢ, વિજયભાઈ પરમાર - જૂનાગઢ, હર્ષિતાબેન પરમાર - જૂનાગઢ, પૂજનભાઈ પરમાર - જૂનાગઢ, એશા તુષારભાઈ છત્રારા - જૂનાગઢ, ધૈર્ય સંજયભાઈ પરમાર - જૂનાગઢ.

ૅસૂર સંગમૅ કાર્યક્રમમાં વિવિધ શહેરો માંથી પધારેલા જ્ઞાતિ અગ્રણીઓ  સુરતના કનૈયાલાલ લાલદાસ પરમાર પરિવાર ના આશાબેન બિપીનભાઈ પરમાર તથા નીતાબેન અને મુકેશભાઈ પરમાર, કિશોરભાઈ પ્રાણજીવનભાઈ બુદ્ધ, જામનગર, હિતેશભાઈ મનહરભાઈ પોમલ, અમદાવાદ, હેમતલાલ જમનાદાસ ભૂત પરિવાર, રાજકોટ, પ્રાણલાલ પોપટલાલ ભૂત પરિવાર, રાજકોટ, કિશનભાઇ બુદ્ધભટ્ટી પરિવાર, મોરબી, મનુભાઈ જેન્‍તીભાઇ સોલંકી પરિવાર, વેરાવળ, રામજીભાઈ રતનશીભાઈ બારમેડા પરિવાર - જેતપુર, દિલીપભાઈ સોલંકી પરિવાર, જેતપુર, મહેન્‍દ્રભાઈ પ્રાણજીવનદાસ છત્રારા પરિવાર, જૂનાગઢ, ઈશ્વરલાલ કેશવલાલ મેવચા -  જૂનાગઢ, મથુરાદાસ વળજલાલ મેવચા - જૂનાગઢ, કિશનભાઇ વાલજીભાઈ પરમાર પરિવાર, પૂના, વિનોદરાય લક્ષ્મીદાસ પરમાર - જૂનાગઢ, પ્રભુદાસ જમનાદાસ બુદ્ધ પરિવાર, જૂનાગઢ, નરભેરામ ગોકળદાસ બુદ્ધભટ્ટી પરિવાર, જૂનાગઢ, વિનોદરાય વ્રજલાલ બુદ્ધ પરિવાર, જૂનાગઢ, - પ્રફૂલાબેન બુદ્ધભટ્ટી પરિવાર, જૂનાગઢ, દિનેશભાઈ બુદ્ધ પરિવાર, જૂનાગઢ,  વલ્લભદાસ છોટાલાલ પરમાર પરિવાર, કેશોદ, જેન્‍તીલાલ ફૂલચંદભાઈ  પરમાર પરિવાર, કેશોદ, દિનેશભાઈ ફૂલચંદભાઈ પરમાર પરિવાર, કેશોદ, ગીરધરલાલ વ્રજલાલ મેવચા પરિવાર, માણાવદર, રમેશભાઇ બારમેડા પરિવાર, જામનગર, કિરીટભાઇ કોટડીયા, જામનગર, જશવંતભાઈ સોલંકી, જામનગર., મારુ કંસારા યુવક મંડળ, કેશોદ, - કંસારા સેવા સમાજ, કેશોદ.,શૈલેષભાઈ પરમાર પરિવાર, વઢવાણ, નીમિશભાઈ બુદ્ધભટ્ટી પરિવાર, જામ ખંભાળીયા, ચેતનભાઈ રમણીકભાઇ સોલંકી પરિવાર, જામનગર, દિપકભાઈ છત્રાળા, જામનગર, બાલમુકુંદભાઈ બુદ્ધ પરિવાર, જામનગર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 કાર્યક્રમ માટે  ડૉ. શૈલેશભાઇ બારમેડા- ભાવેશ મેવચા- નિલેશ મેવચા- તુષારભાઇ છત્રારા- રામજીભાઇ બારમેડા- મનસુખભાઈ બુદ્ધ- જશરાજ મેવચા- ચેતનભાઇ સોલંકી- ભાવેશભાઈ બારમેડા- વિજયભાઈ પરમાર- પુનિતભાઈ બારમેડા- રોહિતભાઈ સોલંકી- ક્રિમેશભાઈ બુદ્ધ- શિલાબેન બારમેડા- સ્‍વાતિબેન છત્રારા- ભૂમિકા મેવચા- પલ્લવીબેન મેવચા- શ્રુતિબેન છત્રારા- ખુશ્‍બુબેન પરમાર- પ્રફુલાબેન બુધભટ્ટી- એશા છત્રારા- વર્ષા બારમેડા- રીવા બારમેડા- રમ્‍ય બારમેડા- સંજયભાઈ પરમાર- ધારાબેન બુદ્ધ જહેમત ઉઠાવી હતી.

(1:51 pm IST)