Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જૂનાગઢમાં ૩૬ બોટલ દારૃ સાથે કાર પકડાઇ બે શખ્સો ફરાર

પોલીસે રૃા. ૧.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોશી) જૂનાગઢ,તા. ૧૮ : જૂનાગઢમાંથી સી ડીવીઝન પોલીસે ૩૬ બોટલ દારૃ સાથેની કાર પકડી પાડી રૃા. ૧.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સી ડીવીઝનના પી.એસ.આઇ જે.એમ.વાનાના માર્ગદર્શનમાં તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે સીંધી સોસાયટીમાં રહેતો રૈયા ગોગલ શામવા જીજે-૧-એચકયુ-૮૫૮૬ નંબરની દારૃ ભરેલી કારનું પાયલોટીંગ કરતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ વાળાએ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન બાઇક પર દારૃ સાથેની કારનું પેટ્રોલીંગ કરતો રૈયા ગોગન ફરાર થઇ ગયો હતો.

જ્યારે કાર ચાલકને રોકવાનો પોલીસે પ્રયાસ કરતા તેણે કાર ભગાવી મુકી હતી પરંતુ પોલીસે પીછો કરી કારને ગિરનાર ગેટ પાસે રોકતા તેમાં સવાર  ધવલ કિશોર મહેતા નાસી ગયો હતો.

પોલીસે કારમાંથી બોટલ ઘર તેમજ કાર મળી કુલ રૃા. ૧,૩૩,૧૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બંને શખ્સોની તલાશ હાથ ધરી હતી.

(1:06 pm IST)