Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ચોટીલા હાઇ-વે ઉપર માતા-પિતાની નજર સામે ૯ મહિનાનાં દિક્ષીત સાપરાનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૮ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાજકોટ હાઇવે પર બાઈક લઇ અને રાજકોટ તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. ત્યારે અકસ્માતના પગલે ૯ મહિનાના બાળકનું મોત નિપજવા પામ્યું છે જેને લઈને રાજકોટ નો પરિવાર શોક મગ્ન બન્યો છે ત્યારે નવ મહિનાના દીક્ષિત કમલેશભાઈ સાપરાનું આ રોડ અકસ્માતમાં મોત નીપજવા પામ્યુ છે ત્યારે આ મામલે ઘટનાની જાણ થતા તાત્કાલિક પણે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને તપાસ કામગીરી હાથ ધરી છે.

 અકસ્માત સર્જી અને વાહન ચાલક હાલ ફરાર બની ચૂક્યો છે તેની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાઇવે ઉપર નાખવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે નાના એવા ૯ મહિનાના ફૂલ જેવા બાળકનું અકસ્માતના પગલે માતા-પિતાની નજર સામે સારવાર દરમિયાન મોત નીપજતા હાઇવે ઉપર પણ કલ્પાત સર્જાયો છે ત્યારે આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(1:10 pm IST)