Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જામનગરના લાલપુરમાં અકસ્‍માતે કુવામાં પડી ગયેલ બહેનને બચાવવા જતા ભાઈનું પણ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા રાજુભાઈ કરશનભાઈ કરમુર, ઉ.વ.૩ર એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર (૧) ભારતીબેન જીવાભાઈ માલદેભાઈ કરમુર, ઉ.વ.રપ પોતાની વાડીએ કુવામાં પાણી ભરવા જતા અકસ્‍માતે પગ લપસી જતા કુવામાં પડી જતા મરણ જનાર (ર) નકુલ નથુભાઈ માલદેભાઈ કરમુર, ઉ.વ.૧૭ વાળા તેને બહાર કાઢવા માટે કુવામાં નાળા વડે ઉતરતા નાળા માંથી હાથ લપસી જતા અને નાળુ મુકાઈ જતા કુવામા પડી જતા મરણજનાર ભારતીબેનને ડાબી બાજુ માથાના ભાગે તથા ડાઢીના નીચેના ભાગે ઈજા થતા મરણ ગયેલ છે તથા મરણજનાર નકુલ નથુભાઈને નાક ઉપર તથા જમણી સાઈડ ગાલ ઉપર તેમજ દાઢીના નીચેના ભાગે ઈજાઓ થતા મરણ થયેલ છે.

પાર્સલના પૈસા માંગતા છરી વડે હુમલો કર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કરણુભાઈ જેરામભાઈ બધેલ, ઉ.વ.રપ, રે. ગુલાબનગર, મોહનનગરના ઢાળીયે, રાજમોતી ટાઉનશીપ, પહેલુ મકાનવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ નાકા પાસે, ફરીયાદી કરણુભાઈ ના જય ભોલે રેસ્‍ટોરન્‍ટ નામની દુકાનની બહાર ફરીયાદી કરણુભાઈએ ધંધો વેપાર કરતા હોય તે દરમ્‍યાન આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે લાલો બારીયા એ ફરીયાદી કરણુભાઈની દુકાને આવી ફરીયાદી કરણુભાઈને કહેલ કે એક પ્‍લેટ ચાઈનીઝ પાર્સલ કરી પૈસા માંગતા આરોપી જીતેન્‍દ્ર એ ફરીયાદી કરણુભાઈને પૈસા આપવાની ના પાડી બોલાચાલી કરી જતો રહેલ થોડીવાર બાદ એક મોટરસાયકલમાં આરોપી જીતેન્‍દ્ર અને તેના મીત્ર નીલેશ ગુજરીયા તથા એક અજાણ્‍યો ઈસમ ને બોલાવી આવી ફરીયાદી કરણુભાઈને દુકાન બહાર બોલાવી જેમફાવે તેમ ગાળો બોલી આરોપી જીતેન્‍દ્ર એ તથા એક અજાણ્‍યા ઈસમે ઢીકાપાટુનો માર મારી તથા આરોપી નિલેશ એ ફરીયાદી કરણુભાઈ ને છરી વડે ડાબા પગના સાથળના ભાગે તથા બીજો ઘા જમણા પગના સાથળની ઉપરના (પુંઠા) ના ભાગે મારી બન્‍ને પગે સાથળના ભાગે બે બે ટાંકાની ઈજા પહોંચાડી આરોપી જીતેન્‍દ્ર એ ફરીયાદી કરણુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ  છે.

(1:46 pm IST)