Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જામનગરમાં વ્‍હોરા સમાજ દ્વારા એકસપો

જામનગર : જામનગરમા સત્‍યસાઈ સ્‍પોર્ટ ગ્રાઉન્‍ડ મા  વ્‍હોરા   સમાજ દ્વારા  તા-૧૬&૧૭  જાન્‍યુઆરી ૨  દિવસ  માટે સવારના ૧૦ થી સાંજ  ના ૮ વાગ્‍યા  સુધી સૈફી  બુરહાની  એકસપોનું આયોજન કરવામાં આવ્‍યું હતું તેમા જુદા જુદા ૨૦૦ જેટલા અલગ અલગ  બિઝનેસમેનના સ્‍ટોલ રાખવામાં આવ્‍યા હતા. તેમા જામનગર મહાનગર પાલિકાની સ્‍લમ  શાખાના સ્‍ટાફ ઉમેશભાઈ જોષી અને કાનજીભાઈ દ્વારા ઇઝ ઓફ લિવિંગ ઇન્‍ડેક્‍સ -૨૦૨૨ અંતર્ગત  સીટીઝન પરસેપશન  સર્વે  વિશેની માહિતી દરેક  સ્‍ટોલ  ધારકોને આપવામાં આવી હતી. આ એક્‍સપો ના બીજા  દિવસે જામનગરના ૧૫૦૦ થી વધુ લોકોએ મુલાકાત લિધી હતી, આ તકે જામનગર શહેરના ધારાસભ્‍ય શ્રીમતિ  રિવાબા  આર.જાડેજાએ  પણ એકસપોની  મુલાકાત  દરમિયાન  જામનગર મહાનગર પાલિકા તથા સરકારી પોલીટેકનીક  કોલેજ જામનગર ના સંયુક્‍ત  સ્‍ટોલની મુલાકાત  લઈને  જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામા આવી રહેલ  સીટીઝન પરસેપશન  સર્વેના પ્રચાર પ્રસારની માહિતી મેળવીને  સ્‍લમ  ટીમનો ઉત્‍સાહ  વધાર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(1:47 pm IST)